GujaratIndia

રિલાયન્સ Jio એ નવા પ્લાન જાહેર કર્યા, 40% મોંઘા થયા પ્લાન પણ સાથે અનેક લાભ

Reliance Jio new tariff plans

ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ Jio એ તેના નવા પ્લાન જાહેર કર્યા છે. નવા પ્લાનની કિંમતોમાં 40% નો વધારો થયો છે. આ તમામ પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. કંપનીએ નવી ઓલ ઇન વન યોજના પણ રજૂ કરી છે. ઓલ ઇન વન યોજના અંતર્ગત ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. ચાલો 199 રૂપિયાના પ્લાન વિશે જાણીએ.આ પ્લાન ની Validity એક મહિનાની રહેશે. આ અંતર્ગત, જિઓથી જિઓ પર મફત કોલ થશે જયારે Jio થી અન્ય પર કોલ કરવા માટે 1000 મિનિટ મળશે.

બીજો પ્લાન 399 રૂપિયા નો છે. આ પ્લાનમાં પણ તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. તેની Validity 2 મહિનાની રહેશે. આ અંતર્ગત જિઓથી જિઓ મફત કોલ્સ થશે, જ્યારે જિઓથી અન્ય નેટવર્ક માટે 2000 મિનિટ આપવામાં આવશે.

ત્રીજો પ્લાન 555 રૂપિયા નો છે. આ પ્લાનની Validity 3 મહિનાની છે. આ અંતર્ગત, વપરાશકર્તાઓને દરરોજ 1.5GB ડેટા મળશે. આ સિવાય જિઓથી જિઓ પર અનલિમિટેડ કોલ્સ પણ છે. જ્યારે 3000 મિનિટ Jio થી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે મળશે.

ચોથો પ્લાન 2199 રૂપિયાનો છે. આ પ્લાન ની Valitidy 365 દિવસની રહેશે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા પણ મળશે અને તેની સાથે જિઓ થી જિઓ મફત કોલ તેમજ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 12000 મિનિટ આપવામાં આવશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે