GujaratMorbiSaurashtra

મોરબી જીલ્લાના ધનાળા ગામ પાસે થયો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણના મોત

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ધનાળા ગામની પાસે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં ઘટનાસ્થળ પર જ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ છે. જ્યારે ઈજાગ્રસ્તને નજીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેની સાથે આ ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં મુંબઈથી કચ્છ તરફ પરિવાર જઈ રહ્યો હતો. તે દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેની સાથે ઘટના સર્જાતા સ્થાનિક લોકો બચાવ કામગીરી લાગી ગયા હતા તેની સાથે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આજ સવારના સમયે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે આવેલા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો કચ્ચરધાણ થઈ ગયો હતો અને તે રોડ પરથી નીચે આવી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત સાથે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેની સાથે પોલીસ દ્વારા અકસ્માત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જેને પોલીસ દ્વારા દુર કરવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે