Tuesday, 6 October 2026
ગુજરાત ખબર

Latest Gujarati News

તાજા સમાચાર
Parul University માં વિદ્યાર્થીઓનો વિરોધ: પાયાની સુવિધાઓ મુદ્દે ઉઠ્યો અવાજ, પારુલ યુનીવર્સીટીના સંચાલકો દબાવે છે વિદ્યાર્થીઓની રજૂઆત?● અમદાવાદમાં મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો બાટલો ફાટ્યો● ‘વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી કોણે આપી? રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખ્યો● કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું મોત● પેપર લીક વિરુદ્ધ કાલે નવું બિલ આવી શકે છે, 10 વર્ષની જેલ અને 10 કરોડ સુધીના દંડની જોગવાઈ● મોદીએ રાતે 12 વાગ્યે વીડિયો મેસેજ જાહેર કરીને કહ્યું, પેપર લીક પર કડક નિર્ણય લેવાશે● અમદાવાદમાં વરસાદે ભુક્કા બોલાવ્યા, 2010 નો રેકોર્ડ તોડ્યો● રાહુ-કેતુ ગોચર 5 રાશિઓ માટે સૌભાગ્ય લાવશે, જેનાથી ધન અને સમૃદ્ધિ આવશે●
Bollywood

Parineeti-Raghav Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈમાં કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ વીડિયો

Parineeti-Raghav Engagement : આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) એ શનિવારે બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે સગાઈ કરી.ચઢ્ઢાએ અભિનેત્રી સાથે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. સગાઈ સમારોહમાં પરિવારના સભ્યો અને બંનેના નજીકના મિત્રો અને અન્ય લોકોએ હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી અને ડેરેક ઓબ્રાયન રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈ સમારોહમાં તેમની પત્ની સાથે પહોંચ્યા હતા.

આ ઉપરાંત, સમારોહમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, સીએમ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા, શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને અન્યોએ હાજરી આપી હતી. આ દરમિયાન કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ડાન્સ કરી રહ્યાં છે.

વાયરલ તસવીરો અને વીડિયોમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ચાહકો પણ બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે. સગાઈમાં સિંગર મીકા સિંહે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. નવા કપલ્સ તેમના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજાને ગળે લગાવતા અને કિસ કરતા જોવા મળે છે.

gujaratkhabar