International

ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.0

ન્યુઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી.

ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. તે સીરિયા અને તુર્કીની સરહદ પર છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં 44 હજાર લોકોના મોત થયા હતા. લાખો એપાર્ટમેન્ટ્સ પણ નાશ પામ્યા હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે