×
Advertisement
Ajab GajabIndiaInternational

રિલાયન્સે ન્યુયોર્કમાં લકઝરી હોટલ ખરીદી આટલા બધા રૂપિયામાં, જાણીને ઉડી જશે તમારા હોશ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લંડન બાદ અમેરિકામાં એક મહત્વની પ્રોપર્ટીને ખરીદી છે. રિલાયન્સ દ્વારા ન્યૂયોર્કની મેન્ડેરિન ઓરેયન્ટલ હોટેલનો સોદો કરવામાં આવ્યો છે.રિલાયન્સ જૂથ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમણે તેમની પૂર્ણ માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ મારફતે મેન્ડેરિન ઓરિયેન્ટલ હોટેલમાં 73.37 ટકા હિસ્સો ખરીદી લીધો છે તેના માટે તે 9.815 કરોડ ડોલરની ચુકવણી કરવી પડી છે. આ સિવાય તેમને આ ડીલ માટે 11.5 કરોડ ડોલરનું દેવું કરવું પડશે જેના કારણે આ સમગ્ર સોદો 27 કરોડ ડોલરમાં થશે.

આ હોટલ વિશે વાત કરીએ તો, તેમાં 248 લક્ઝરી રૂમ અને સ્યુટ્સ ધરાવનાર આ પ્રોપર્ટી કોલંબસ સર્કલ ખાતે આવેલ છે. આ મેનહેટનમાં સૌથી પોશ વિસ્તારની આવેલ ઇમારત પણ છે. જયારે હોલિવૂડની જાણીતી સેલિબ્રિટિઝ અને હેજ ફંડના અબજોપતિ રોકાણકારો ત્યાં વસવાટ કરે છે.

જ્યારે એક વર્ષ કરતા ઓછા સમય પહેલા રિલાયન્સ દ્વારા લંડન નજીક સ્ટોક પાર્કની ખરીદી કરવામાં આવી હતી જે બ્રિટનની પ્રથમ કન્ટ્રી ક્લબ પણ છે. આ ખરીદીની વાત કરવામાં આવે તો આ કિંગ ફેમિલીની માલિકીના ઇન્ટરનેશનલ ગ્રૂપ પાસેથી 5.7 કરોડ પાઉન્ડ એટલે કે 592 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી.

તેની સાથે ઓઇલથી લઇને રિટેલ સુધીના ક્ષેત્રમાં હાજરી ધરાવનાર રિલાયન્સ જૂથ એમિરાતના સોવેરિન વેલ્થ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ દુબઈ સાથે પણ વાતચીત કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હોટલ પ્રોપર્ટી આઇડબલ્યુ કોલંબસ સેન્ટર LLP ની માલીકીનું છે અને તેમાં મેજોરિટી ભાગ ICD પાસે રહેલો છે.

આ લક્ઝરી હોટેલની ખરીદીની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્પર્ધા ટાટા ગ્રૂપની ઇન્ડિયન હોટેલ્સ સાથે જોવા મળશે. મેન્ડેરિન સ્થિત હોટેલથી સાવ નજીકમાં ટાટા જૂથની તાજ હોટેલ પિયર પણ આવેલ છે. રિલાયન્સ સાથેના સોદા બાદ પણ મેન્ડેરિન ઓરિયન્ટલના માલિકો તેનું સંચાલન ચાલુ જ રાખશે.જ્યારે માર્ચ 2022 ના અંત સુધીમાં ડીલ સમાપ્ત થવાની શક્યતા રહેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાકીનો 26.63 ટકા ભાગ સમાન વેલ્યૂએશન પર ખરીદશે જે ભાવે અત્યારનો ભાગ ખરીદવામાં આવેલ છે.