GujaratRajkotSaurashtra

જુનાગઢના ભૂવા સુરજ સોલંકી સામે દુષ્કર્મનો આરોપ, યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, સુસાઈડ નોટમાં મોટા ખુલાસા

આજકાલ યુવતીઓ ને ફસાવીને તરછોડી દેવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે જાણીતા ભુવા સુરજ સોલંકી સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આ વાત ત્યારે સામે આવી જયારે જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તાત્કાલીક યુવતીને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડી હતી અને ત્યારબાદ મોટા ખુલાસા થયા હતા.

યુવતીએ આરોપ લગાવતા કહ્યું કે જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ તેના પર ૧૦ મહિના સુધી દુષ્કર્મ કર્ છેયું. યુવતીએ ઝેરી દવા પીધા પહેલા સુસાઈડ નોટ લખી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી રહી છે. સુસાઈડ નોટમાં આ ભુવા સામે અનેક વાતો કહેવામાં આવી છે જેમાં યુવતીને ગર્ભ રાખી દીધો હોવાનો પણ ઉલ્લેખ છે.

યુવતીએ સોશિયલ મીડિયામાં આ સુસાઈડ નોટ મૂકી છે. યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારે 10 મહિના પહેલા સુરજભાઈ સોલંકી સાથે અંગત કારણોસર મુલાકાત થઇ હતી. ત્યારથી મારે તેમની સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. અંધારામાં રાખી 10 મહિના મારું શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી અને પછી ૧ મહિનાથી મને મુકીને ચાલ્યા ગયા.

સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાયરલ કર્યા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી.આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને મને ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.