AAPGujaratPolitics

સુરત AAP પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયો બીભત્સ વિડીયો

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોજ નવા સમાચાર સામે આવ્યા છે. કેમ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી અનેક નેતાઓ પાર્ટી છોડીની જઈ રહ્યા છે. જયારે આજે એક વિચિત્ર મામલો સામે આવો છે. આમ આદમી પાર્ટીના ‘આપ સુરત’ ગ્રુપમાં એક વખત ફરીથી બીભત્સ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના લીધે આ વિડીયો ચર્ચાનો વિષય બની ગયો છે.

જ્યારે આ વિડીયો બાદ સુરતમાં આમ આદમી પાર્ટી ફરી વિવાદમાં આવી ગઈ છે. શુક્રવારના સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ વ્હોટ્સએપમાં આમ આદમી પાર્ટીના ‘આપ સુરત’ નામના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ વિડીયો ક્લીપનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેના લીધે ચર્ચાનો માહોલ ઉભો થઈ ગયો હતો. તેની સાથે જાણવા મળ્યું છે કે, મમતા પાટીલ નામની મહિલા ગ્રુપ એડમીન હોવાનું સામે આવ્યું હતું.

આ બાબતમાં જાણવા મળ્યું છે કે, મુજબ, આપ સુરત નામથી બનાવાયેલા વોટસએપ ગ્રુપમાં સબ કુછ કરો લવ નહીં’ નામનું સ્ટેટસ ધરાવનાર કાર્યકર્તા દ્વારા આપ સુરત નામથી બનાવાયેલા વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ક્લીપ શેર કરવામાં આવી હતી. જ્યારે આ ક્લીપ વાયરલ થતા જ આમ આદમી પાર્ટીને બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે મહત્વની વાત એ છે કે, મમલા પાટીલ દ્વારા વોટ્સએપ ઉપર આપ સુરત નામથી ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તે ગ્રુપ એડમીન પણ છે. આ ગ્રુપમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પણ હોવાનું સામે આવ્યું છે.