GujaratSouth GujaratSurat

સુરતમાં મહિલાની ખરાબ હાલતમાં લાશ મળી આવતા ચકચાર

સુરત શહેરમાં સતત ગુનાઓ સતત વધી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેને ભારે શહેરમાં ચર્ચા ચાલી છે. શહેરમાંથી ખૂબ જ ખરાબ હાલતમાં એક મહિલાની લાશ મળી આવી છે. હત્યા કર્યા બાદ મહિલાની ઓળખ છુપાવવા માટે તેણીનાં ચહેરા પર એસિડ છાંટવામાં આવ્યું હતું. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને મહિલાની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રાંદેર વિસ્તારમાં એક જ અઠવાડિયામાં હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં મહિલાની મળી આવેલ લાશની ઓળખ છુપાવવા માટે હત્યા કરનારે આ મહિલાના મોઢા પર એસિડ નાખ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે કરેલ પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા ચાર દિવસ પહેલાં હત્યા કરી હોય અને ત્યારબાદ લાશને નાખી દેવામાં આવી હોય તેવું નજર આવી રહ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે રાંદેર પોલીસનો કાફલો દોડી ગયો હતો. ત્યારબાદ આ કેસમાં વધુ તપાસ શરૂ થઈ હતી. ખાસ કરીને આ મહિલાની ઓળખ માટે પોલીસ હાલ શોધખોળ કરી રહી છે. પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટ થયા બાદ જ આ મહિલાની ઓળખ ને તેના વિશેની વધુ માહિતી સામે આવશે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.