GujaratSouth GujaratSurat

સુરત: પ્રેમીએ દગો આપતા યુવતીએ ભર્યું એવું પગલું કે….

સુરતમાં ગઈકાલે એક યુવતી ગળેફાંસો ખાઈને આપઘાત કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આપઘાત કરતા પહેલા આ યુવતી દ્વારા સુસાઈટ નોટ લખવામાં હતી. જેમાં તેણીએ વિશાલ નામના એક યુવકે પરિણીત હોવા છતાં તેણીની સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધમાં હતો. અને બાદમાં તે યુવકે તેણીની સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેને કારણે યુવતીએ આપઘાત કરી લીધો હતો.

પોલીસે હાલ યુવતીની સુસાઇડ નોટના આધારે પ્રેમી અને તેની પત્ની વિરુદ્ધ એટ્રોસિટી તેમજ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે યુવતીનો પ્રેમી વિશાલ પોલીસની પકડમાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો જ્યારે સુરતમાં કાપોદ્રા પોલીસે તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ ઉમરપાડાની એક યુવતી સુરત ખાતે કાપોદ્રા વિસ્તારમાં ભાણેજ સાથે રહેતી હતી. હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને પોતાનાથી થતી આર્થિક મદદ કરતી હતી. ત્યારે આ યુવતીએ અચાનક ગઈકાલે ગળેફાંસો ખાઇને જીવન ટુંપાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને યુવતીનું પરિવાર શોકમગ્ન થઇ ગયું હતું. યુવતીએ ગળે ફાંસો ખાતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુસાઈડ નોટ અનુસાર, યુવતીએ લખ્યું હતું કે મારો અને વિશાલ પટેલ વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. વિશાલે મને લગ્ન કરવાની લાલચ આપી મારી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. વિશાલે મારો ગેરફાયદો ઉઠાવતા હું આજે મારુ જીવન છોડીને જાવ છું. વિશાલ પહેલાથી જ પરિણીત હોવા તેમને મારી સાથે પ્રેમ સંબંધ રાખ્યો. અને અમારા સંબંધની માહિતી હતી તેની પત્નીને હોવા છતાં તે વિશાલને સાથ આપતી હતી. માટે હું આજે આ પગલું ઉઠાવું છું, વિશાલે મારો ગેરફાયદો ઉઠાવ્યો છે. સુસાઈડ નોટમાં યુવતીએ વધુમાં લખ્યું હતું કે, વિશાલની પત્ની તેમજ વિશાલે મારૂ જીવન બરબાદ કરી નાખ્યું છે.હું હવે હારી ગઈ છું. માટે હું મર્યા બાદ મારી લાશ મારા ફેમિલિને આપતા પહેલા વિશાલ પટેલના ઘરે આપી આવજો. જેથી મારી આત્માને શાંતિ મળે.

તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે તો સુરતની કાપોદ્રા પોલીસે વિશાલ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ એટ્રોસિટી તેમજ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને બંને પતિ અને પત્નીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે પ્રેમી વિશાલ પોલીસની પકડમાંથી ભાગીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે વિશાલ પટેલની પત્નીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે