GujaratIndiaMadhya GujaratRajasthan

આબુ રોડ પર તુફાન ગાડી અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત; ચારના મોત, 10 ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત આબુરોડથી સામે આવ્યો છે.

આબુરોડ પર તુફાન ગાડી અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યા છે. તેની સાથે ટેમ્પામાં સવાર 10 વઘુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા સામે તુફાન ગાડીને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત થયો હતો. ચંદ્રવતી પાસે તુફાન ગાડી અને ટ્રેલર વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. તેના લીધે સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકો લોકો દ્વારા ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. સ્થાનિક લોકોની મદદ લઈને પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ ભયંકર અકસ્માત ચાર લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે 10 થી વધુ ભયંકર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને આબુરોડ હોસ્પિટલ માટે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ મામલામાં રાજસ્થાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.