GujaratSouth GujaratSurat

સુરતમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો, આ જગ્યાએ છુપાઈને રહેતો હતો…..

સુરતના ૯ તારીખના રોજ માંગરોળ તાલુકાની GIDC માં દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેમાં ટ્રાન્સપોર્ટ ટેમ્પો ડ્રાયવર 10 વર્ષની બાળકીને ઉપાડી ગયો અને તેના પર દુષ્કર્મ આચરીને નાસી ગયો હતો. આ મામલામાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. એવામાં સમાચાર સામે આવ્યા છે. પોલીસ દ્વારા આ આરોપીને મુંબઈના ભિવંડીથી ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત ગ્રામ્યની કોસંબા પોલીસ દ્વારા અપહરણ દુષ્કર્મના ગુનામાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. કોસંબા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 9 તારીખના રોજ માંગરોળ ના પાનસરા GIDC માં દુષ્કર્મની ઘટના ઘટી હતી. એક ખાનગી ટ્રાન્સપોર્ટના ટ્રક ડ્રાઇવર 10 વર્ષીય બાળકીનો પડાવમાંથી અપહરણ કરી ગયો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. એવામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિલમાં લઇ જવામાં આવી હતી.

તેમ છતાં પોલીસના હાથે એક ફેકટરીના CCTV ફૂટેજ આવી ગયા હતા. આ ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઈ ગઈ હતી. આરોપી મૂળ યુ.પીના વારાણસીનો વિકાસ સયામજીત યાદવ હોવાની જાણકારી સામે આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને જાણકારી આધારે કોસંબા પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી શરુ કરી છે.