×
Advertisement
GujaratRajkot

રાજકોટમાં બે બાળકોને મોતને ઘાટ ઉતારી આત્મહત્યા કરી લેનાર મહિલાનો સામે આવ્યો વિડીયો, થયો મોટો ખુલાસો

રાજકોટ શહેરથી દર્દનાક ઘટના સામે આવી હતી. રાજકોટમાં એક માતાએ પોતાના બે બાળકોના જીવ લીધા બાદ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. હવે આ મામલાને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ મહિલા દ્વારા બે બાળકોની હત્યા અને આત્મહત્યા કરતા પહેલા ફેસબુક પર સ્ટેટ્સ અપલોડ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાએ પતિ સાગરના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ વિડીયો સામે આવતા માલવીયાનગર પોલીસ દ્વારા પતિ સાગર ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જાણવી દઈએ કે, રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેનાર મહિલા મનીષા પરમાર દ્વારા ગઈકાલ રાત્રિના પોતાના બે બાળકો ભાર્ગવ અને ઇશિતાની હત્યા કરીને પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું. મનીષાબેન દ્વારા પરમાર પતિ સાગરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે. જ્યારે બાળકોની હત્યા બાદ મહિલાએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમને પતિ સામે આક્ષેપ કરીને આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું. તેની સાથે મહિલા દ્વારા આ વિડીયો ફેસબુક સ્ટેટ્સ પર ચડાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં આ વીડિયો પાડોસી દ્વારા જોઈ લેતા તે મનીષા બેનના ઘરે દોડી આવ્યા અને દરવાજો તોડી નાખ્યો હતો. પરંતુ તે પહેલાં મનીષા બેને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ દ્વારા આ મામલામાં મહિલાના પતિ સાગરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. બન્ને બાળકો તેમજ મનીષાબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

મનીષાબેને આત્મહત્યા કરતા પહેલા બનાવેલ વીડિયોમાં પતિ સાગરનો ત્રાસ હોવાનું કહેવામાં આવતા પોલીસ દ્વારા સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ શરૂ કરી છે.

મહિલા દ્વારા ફેસબુક સ્ટેટ્સ પર શેર કરવામાં આવેલ વડિયોમાં મહિલા એ જણાવ્યું કે, ‘હું મરી જાવ છું, આ પાછળ જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર રહેલો છે. તે છોકરીઓ સાથે આવી રીતે મારીને હેરાન કરે છે અને પૈસા પડાવતો રહે છે. સાંઈબાબા ચોક ખાતે સરકારી દવાખાનાની ઉપર રહે છે તે જવાબદાર રહેલ છે. હું મરી જાવ છું મારા બેય છોકરાવને પણ મારી નાંખીશું. મારા માતા-પિતા કે અન્ય કોઈ નહીં મારો ઘરવાળો સાગર પરમાર આ માટે જવાબદાર છે. હું છૂટું કરવા ગઈ હતી પરંતુ માલવિયાનગર પોલીસે સમજાવીને અમને જવા દીધા હતા. મારા બેય છોકરાવને મારી નાખ્યા છે, હવે હું પણ એસિડ પીને મરવા જઇ રહી છું.