BollywoodIndia

અભિનેત્રી તુનીશા આપઘાત કેસ: શીજાન પોતે તુનીશાને હોસ્પિટલ લઈ ગયો, પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું, છેલ્લો વીડિયો સામે આવ્યો

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મોતના 3 દિવસ બાદ તુનીશાનો આત્મહત્યા બાદનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તુનિષાએ તેના એક્સ બોયફ્રેન્ડ શીજાન ખાનના મેક-અપ રૂમમાં ફાંસી લગાવી હતી. આ પછી, શીજાન તરત જ તુનિષાના મૃતદેહને હોસ્પિટલ લઈ ભાગી ગયો

વીડિયોમાં હોસ્પિટલની બહારની ક્લિપ્સ જોવા મળી રહી છે. જેમાં શીજાન અને કેટલાક લોકો તુનીષાને પોતાના હાથમાં લઈને હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે. હોસ્પિટલની બહારના આ સીસીટીવી ફૂટેજમાં સૌથી પહેલા એક વ્યક્તિ હોસ્પિટલની અંદર દોડતો જોવા મળે છે. પછી એક કાર દેખાય છે. શીજાન અને અન્ય લોકો તુનીષાના મૃતદેહને કારમાંથી બહાર કાઢે છે. બધાએ મળીને તુનીષાના શરીરને પકડી રાખ્યું છે, શીજાન પાછળ ઉભો છે. તેણે તુનીશાના પગ પકડી રાખ્યા છે. દરેક વ્યક્તિ ખૂબ જ અસ્વસ્થ દેખાય છે. તેનો પ્રયાસ દેખાઈ રહ્યો છે કે તુનિષાને વહેલી તકે ડોક્ટર પાસે લઇ જવી છે.

આ વીડિયોમાં નોંધનીય બાબત એ છે કે તુનિષા અને શીજાન બંને અલીબાબાના શોમાં પોતપોતાના પોશાકમાં જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંનેનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેઓએ પેકઅપ કર્યું ન હતું. શૂટિંગ દરમિયાન તુનિષાએ મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.

સેટ પર ની વાત કરીએ તો 24મી ડિસેમ્બરનો દિવસ હતો. સેટ પર રાબેતા મુજબ શૂટિંગ ચાલી રહ્યું હતું. પરંતુ શીજાન અને તુનીશા વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શીજાન અને તુનીશાએ દિવસ દરમિયાન સાથે ભોજન કર્યું હતું. પછી શીજાન તેના શૂટ પર ગયો. પોલીસને શંકા છે કે લંચ દરમિયાન કંઈક એવું બન્યું હતું જેના કારણે અભિનેત્રીને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. શીજાન સાથે લંચ કર્યાના થોડા સમય બાદ તુનીશાએ ફાંસી લગાવી લીધી. અભિનેત્રીએ તેણીના નહીં પણ શીજનના મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી.

તુનિષાની આત્મહત્યા બાદ શીજાન મેક-અપ રૂમમાં પાછો ફર્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેણે ઘણો અવાજ કર્યો પણ અંદરથી દરવાજો ન ખૂલ્યો. અંતે શીજાને દરવાજો તોડવો પડ્યો. અંદરનું દ્રશ્ય જોઈને શીજાન ચોંકી ગયો. તેઓને તુનીશાની લાશ ફાંસીથી લટકતી જોવા મળી હતી. શીજાને આ ઘટના વિશે સેટ પરના બાકીના લોકોને જણાવ્યું અને અભિનેત્રીને લઈને હોસ્પિટલ દોડી ગયો.

તુનિષાને જ્યાં લાવવામાં આવી હતી તે હોસ્પિટલના માલિક અને ડૉક્ટર સુરેન્દ્ર પાલે સમગ્ર તપાસ વિશે જણાવ્યું. તેનું કહેવું છે કે તુનીશાએ ફાંસી લગાવી લીધી હતી. તેણે કહ્યું કે તે તુનિષાને સેટ પરથી લાવી રહ્યો છે. તુનિષાના ગળા પર નિશાન હતું. બેઝિક ટેસ્ટ કર્યા પછી પ્લસ બંધ થઈ ગયો અને ઈસીજી રિપોર્ટ આવ્યો જેમાં તેની પલ્સ લાઈન ફ્લેટ હતી. અંતે અમે તેને મૃત જાહેર કરી હતી.આ પછી હોસ્પિટલે વાલિવ પોલીસને ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ આવી અને તેઓએ તેની પણ પૂછપરછ કરી અને મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ