GujaratJunagadhSaurashtra

પત્નીને સંતુષ્ટ ના કરી શકતા પત્નીએ પતિ વિરુદ્ધ જઈને કર્યું આ કામ

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં પતિ-પત્ની વચ્ચેના અંગત સંબંધોનો મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જેમાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધતો નથી. તે શારીરિક સંબંધ બાંધવાની વાત આવે ત્યારે દૂર ભાગે છે અને મને મારા પતિ સંતુષ્ટ કરતા નથી. આ અંગે જૂનાગઢ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં એક નવપરિણીત યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, આ 23 વર્ષની ઉંમરની પરિણીતાના લગ્ન પોરબંદરમાં ફેબ્રુઆરી 2022માં થયા હતા. લગ્ન થયાના બે અઠવાડિયા પછી જ આ નવપરણિત યુવતીને સમજાયું કે તેના પતિને શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. પત્નીએ આરોપ મુક્યો છે કે જ્યારે પણ તે તેના પતિની નજીક જવાની કોશિશ કરે ત્યારે તેનો પતિ તેનાથી દૂર ભાગતો હતો.

નવપરિણીત મહિલાએ વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે પણ તેણે તેના સાસરિયાઓને આ વાતની જાણ કરી તો તેઓએ હંમેશા તેને ઠપકો આપ્યો અને આ મામલે કોઇ જ ચર્ચા ન કરવા કહ્યું. જ્યારે પતિને જાણ થઈ કે તેની પત્નીએ માતા પિતાને બધું જ કહી દીધું છે તો તેણે આ આ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

નવપરિણીત પરિણીતાએ આરોપ મૂક્યો છે કે, તેના સાસુ સતત દહેજની માંગણી કરે છે અને મારા પિતાએ લગ્નની ભેટમાં કબાડ આપ્યો છે તેવું કહીને તેને ટોણાં મારતા રહે છે. એક વખત સાસુએ પરિણીતા પર 200 રૂપિયાની ચોરી કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો અને જ્યારે પરિણીતાએ આ વાતનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને ખૂબ માર માર્યો હતો. તમને જણાવી દઈએ કે, પતિ અને સાસરિયાઓના આવા ત્રાસને કારણે કંટાળીને પરિણીતા તેના પિયર જૂનાગઢ ખાતે જતી રહી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.