CrimeGujaratNewsSouth GujaratSurat

આપણા ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે… સુરતમાં યુવતીની સોસાયટીમાં જઈને યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી

રાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આજે સુરતથી એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં યુવક દ્વારા જાહેરમાં યુવતીને દર્દનાક મોત આપવામાં છે. સુરતમાં યુવક દ્વારા યુવતીનું જાહેર ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એક યુવક દ્વારા યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેની સાથે તેવું પણ સામે આવ્યું છે અનેક લોકો તે દરમિયાન ઉભા હતા પરંતુ તેમાંથી કોઈ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો નહોતો.

આ ઘટનામાં સામે આવ્યું છે કે, આ યુવક યુવતીનો છેલ્લા ઘણા દિવસોથી પીછો પણ કરી રહ્યો હતો. તે વાતની જાણ થતા યુવતીના મોટા બાપુજી તેને ઠપકો આપ્યો હતો. તેનું યુવકને માઠું લાગ્યું હતું. જેના લીધે તે ઉશ્કેરાઈ ગયો હતો. આ કારણોસર તે યુવતીના ઘરની બહાર પહોંચી ગયો હતો. તેના કારણે યુવતીના મોટા બાપુજીએ તેને ફરીથી ઠપકો આપ્યો તો યુવકે તેમના પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો. તે દરમિયાન યુવતી વચ્ચે તેમને બચાવવા વચ્ચે પડી તો તેને યુવતીનું જ સેંકડો લોકોની વચ્ચે ગળું કાપી હત્યા કરી નાખી હતી.

આ દરમિયાન જાણે દયા મરી પરવાડી હોય તેવું જોવા મળ્યું હતું. કેમ કે યુવતીનું ગળું કપાતા તે તડપતી હાલતમાં બુમો પાડી રહી હતી તે દરમિયાન કોઈ તેને મદદ માટે સામે આવ્યું નહોતું. યુવતીનો ભાઈ તે છોડાવવા માટે ગયો તો યુવતીના ગળા પર ચપ્પુ મારી દીધું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કરી દીધો હતો.જ્યારે આ યુવક યુવતીની હત્યા બાદ પણ રોકાયો નહીં ઘટના સ્થળ પર આવી પહોંચેલી પોલીસ પર પણ તેને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેની સાથે હત્યારા યુવક દ્વારા ઝેરની ગોળી ખાઈને આત્મહત્યાનો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તેને બચાવી લીધો હતો. જ્યારે પોલીસ દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.