India

લગ્ન નહોતા થતાં તો 17 લાખ રૂપિયા આપ્યા અને લાવ્યો પત્ની, 15 દિવસમાં જ ભાગી ગઈ દુલ્હન

લુંટેરી દુલ્હન સાથે જોડાયેલ અનેક કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છે. તમને જણાવી દઈએ કે આ એક વ્યક્તિનું કામ નથી હોતું આની પાછળ આખી ગેંગ કામ કરતી હોય છે. આ એવા લોકોને ફસાવતા હોય છે જેમને લગ્ન કરવા માટે દુલ્હન સરળતાથી મળતી હોય નહીં. પછી લગ્નના નામે થોડા પૈસા લેવામાં આવતા હોય છે અને લગ્ન પછી દુલ્હન ઘરને લૂટીને ભાગી જતી હોય છે. હવે રાજસ્થાનનો જ એક કિસ્સો અમે તમને જણાવશું.

અહીં બગોડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુની બાલીમાં રહેતા હરિસિંગે 17 લાખ રૂપિયા આપીને પોતાના લગ્ન નક્કી કર્યા હતા. તેણે લગ્ન કર્યા અને કન્યાને ઘરે લાવ્યો. પરંતુ લગ્નના 15 દિવસ બાદ પરણીતા તેના મામાના ઘરે જવાના બહાને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલો 7 મહિના જૂનો છે. જોકે, પોલીસે હાલમાં જ લગ્ન કરનાર આરોપી દલાલ ઈન્દુભાઈની ધરપકડ કરી છે.

ઇંદુ એક ડ્રાઈવર છે. તેણે હરિસિંહ અને રાધાનો સંબંધ નક્કી કર્યો હતો. જો કે પોલીસ તપાસમાં ખબર પડે છે કે દુલ્હનનું સાચું નામ રાધા છે નહીં. તેણે ખોટું આધારકાર્ડ બનાવીને રાખ્યું હતું. દલાલને પકડવા છટા પણ પોલીસને દુલ્હન મળતી નથી. દલાલએ રાધા અને હરિસિંહના લગ્ન ફેબ્રુઆરી 2021માં કરાવ્યા હતા. એ બદલ હરિસિંહ પાસેથી 17 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.

પીડિત યુવકે છેતરપિંડી કર્યા બાદ ગયા વર્ષે જૂનમાં આરોપી કન્યા અને દલાલ વિરુદ્ધ બગોડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ટીમ બનાવીને ઘણા મહિનાઓ સુધી તેમને શોધી રહી હતી. પછી આખરે તેણે મુખ્ય દલાલ અંદુજી ઉર્ફે ઈન્દુભાઈને શોધી કાઢ્યો. તે ગુજરાતના પાટણના સિદ્ધપુર વિસ્તારના દેથલીનો રહેવાસી છે.

દલાલની ધરપકડ કર્યા બાદ પોલીસે મંગળવારે તેને ભીનમાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીં કોર્ટે આરોપીને પોલીસ રિમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો હતો. હવે પોલીસ આ દલાલની કડક પૂછપરછ કરી રહી છે. પોલીસનો પ્રથમ પ્રયાસ એ છે કે કોઈ પણ સંજોગોમાં કન્યાને પકડવામાં આવે. જો કે હજુ સુધી તેને દુલ્હન સંબંધિત કોઈ સુરાગ નથી મળ્યો. પોલીસ અનેક ટીમો બનાવી સ્થળે સ્થળે દરોડા પાડી રહી છે.

પોલીસને તપાસમાં ખબર પડે છે કે દુલ્હન લગ્ન દરમિયાન જે પણ દસ્તાવેજ બતાવ્યા હતા એ બધા નકલી હતા. હજી સુધી પોલીસ તેને તેના નકલી આધારકાર્ડ પર શોધી રહી હતી. આશા છે કે આરોપી દુલ્હન જલ્દી જ પકડાઈ જાય. આ ઘટનાથી તમે પણ ખાસ શિખજો અને લગ્ન પહેલા દુલ્હન અને દુલ્હા એટલે કે વર અને કન્યા બંનેનું બેકગ્રાઉન્ડ જરૂર ચેક કરજો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે