ખાતામાં હતા 1983 રૂપિયા રાતોરાત આવી ગયા 1 કરોડ રૂપિયા અને પછી,
લખનૌમાં એક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયોછે. હા તમે શક્યુ વાંચ્યું છે એક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો છે. અહીંયા સેન્ટ્રલ બેન્કની બંથરા બ્રાન્ચઆ એકાઉન્ટ હોલ્ડર કરન શર્મા રાતોરાત કરોડપતિ બની ગયા. વાત એમ છે કે આ એક ટેક્નિકલ ખામી હતી જેના લીધે ખાતાનું સર્વર લિંક થઇ ગયું અને તેમના ખાતામાં એક કરોડથી પણ વધારે રૂપિયા જમા થઇ ગયા. અચાનક એટલા બધા પૈસા ખાતામાં આવેલ જોઈને ખુશીમાં તેણે ખુબ શોપિંગ કરી અને તેણે 76 લાખ રૂપિયાની ખરીદી કરી લીધી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કરણ શર્મા કંચનપુર સિરવિયા ગામનો રહેવાસી છે. કરણ શર્માનું લખનૌમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બંથરા શાખામાં ખાતું છે. કરણ શર્મા પેટ્રોલ પંપ પર કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે કરણ શર્માના ખાતામાં માત્ર 1983 રૂપિયા હતા. તેણે 17 ડિસેમ્બરે ડેબિટ કાર્ડથી કેટલીક ખરીદી કરી હતી, જ્યારે તેને ખબર પડી કે તેના ખાતામાં એક કરોડથી વધુ રૂપિયા છે.
જ્યારે કરણ શર્માના ખાતામાં એક કરોડ રૂપિયાથી વધુની તગડી રકમ આવી ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. તે પૈસાથી એટલો ખુશ હતો કે તેણે ખરીદી કરી. પૈસા આવ્યા પછી તેણે પૈસાને જોરદાર ઉડાડ્યા. કહેવામાં આવી રહ્યું છે કે કરણ શર્માએ એક XUV કાર અને બાઇક બુક કરાવી છે. પત્ની માટે ઘરેણાં ખરીદ્યા. તે જ રીતે, તેણે ખરીદીમાં લગભગ 76 લાખ રૂપિયા ખર્ચ્યા.
આ બાબતની જાણકારી બેન્કના મેનેજરને મળી પછી બધી તપાસ કરવામાં આવી. તપાસમાં ખબર પડે છે કે બેન્ક ખાતું સર્વરથી લિંક થઇ ગયું હતું. એ પછી એકાઉન્ટને ફ્રિજ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ ખાતામાં 41.21 લાખ રૂપિયા હતા. બેન્ક મેનેજર દ્વારા એની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી અને પછી પોલીસે કરન અને તેમની પત્નીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે.