India

Post Office Scheme 400 રૂપિયા જમા કરાવવા પર મળશે 41 લાખ રૂપિયા

કોઈપણ સરકારી બેન્કની જેમ પોસ્ટ ઓફિસ પણ પૈસા જમા કરવા માટે અને લેવડ દેવડ માટે એક વિશ્વાસપાત્ર જગ્યા છે. પોસ્ટ ઓફિસની સ્કીમ એ લોકો માટે ખુબ ખાસ હોય છે લોકો થોડા થોડા સમય માટે અમુક રૂપિયા ભેગા કરીને એક મોટી રકમ મેળવવા માંગતા હોય. પોસ્ટ ઓફિસની બ્રાન્ચ પર ઘણીબધી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે.

આમાંની એક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના અથવા પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે. એક એવી સ્કીમ છે જેમાં તમે એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો અને દર મહિને નિશ્ચિત વ્યાજ મેળવો છો. તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી તેમાં રોકાણ કરી શકો છો.પોસ્ટ ઓફિસની આવી જ એક યોજના છે આવર્તી યોજના કે જેને પોસ્ટ ઓફિસની રીકરીંગ ડિપોઝિટ સ્કીમ કહેવામાં આવે છે. આ યોજનામાં થોડા થોડા પૈસા જમા કરાવીને ઘણી સારી રકમ પરત મેળવી શકાય છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની આ ઇન્કમ સ્કીમ અને પોસ્ટ ઓઇસની રીકરીંગ સ્કીમની યોજનાથી જાણીશું કે કેટલો ફાયદો મળે છે.

આમાં તમે વાર્ષિક વધુમાં વધુ 1 લાખ 50 હજાર રૂપિયા એટલે કે દર મહિને 12 હજાર 500 રૂપિયા જમા કરાવી શકો છો. જો આપણે દરરોજ જોઈએ તો આ રકમ 400 રૂપિયા આવે છે. જો તમે આ સ્કીમમાં દર મહિને 12500 રૂપિયા જમા કરો છો, તો તમને વધુ ફાયદો મળશે. આમાં 15 વર્ષ સુધી દર મહિને રૂપિયા જમા કરાવ્યા બાદ અંતે તમને 40 લાખ 70 હજાર રૂપિયા મળશે.

પોસ્ટ ઓફિસ સમય સમય ઉપર ઘણીબધી સ્કીમનો લાભ ગ્રાહકોને આપતા હોય છે તેમાં દર મહિને અમુક રકમ જમા કરાવવા પર ખુબ મોટો નફો મેળવી શકાય છે. પોસ્ટ ઓફિસની પીપીએફ સ્કીમમાં દર મહિને 12,500 રૂપિયા જમા કરાવવા પર 15 વર્ષના અંતમાં મેચ્યોરિટી રાશિ લગભગ 41 લાખ રૂપિયા પરત મળે છે. પોસ્ટ ઓફિસ દ્વારા એ રાશિ ઉપર 7.1 પ્રતિવર્ષ વ્યાજ મળે છે. આ વ્યાજની રકમ દર વર્ષે વધે છે અને તેની ઉપર ચક્ર્વૃદ્ધિ વ્યાજ પણ ઉમેરાતું રહે છે.

PPF સ્કીમમાં જો તમે દરરોજ 400 રૂપિયા એટલે કે એક મહિનામાં 12 હજાર 500 રૂપિયા જમા કરો છો તો વર્ષમાં દોઢ લાખ રૂપિયા મળે છે. 15 વર્ષ સુધી જમા કર્યા પછી, તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22 લાખ 50 હજાર રૂપિયા થશે. તેના પર 7.1 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે તમને 18 લાખ 20 હજાર રૂપિયા વ્યાજ મળશે. આવી સ્થિતિમાં, અંતે તમને 40 લાખ 70 હજાર રૂપિયાની મેચ્યોરિટી રકમ મળશે.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ સ્કીમમાં જો તમે 25 વર્ષ સુધી દર મહિને 12500 રૂપિયા જમા કરાવશો તો તમને અંતમાં 1 કરોડ રૂપિયા મળશે. તેમાં તમે જમા કરાવ્યા હ્તા 37 લાખ 50 હજાર, અને વ્યાજ અને ચક્ર્વૃદ્ધિ વ્યાજ મળીને 62.50 લાખ રકમ થઇ જશે. આવીરીતે તમને મેચ્યોરિટી પર 1 કરોડ રૂપિયા મળશે.