25 કરોડના આલીશાન ઘરમાં રહે છે જુનિયર NTR, 18 વર્ષની યુવતી સાથે કર્યા હતા લગ્ન
દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા જુનિયર NTRની ગણતરી આજે ખુબ જ પ્રખ્યાત અને ખુબ જ માનીતા અભિનેતા છે. આજે અમે તામેં આ અભિનેતા વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.જુનિયર એનટીઆરનો જન્મ 20 મે 1987ના રોજ હૈદરાબાદમાં થયો હતો. જુનિયર એનટીઆર લગભગ 20 વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે. તેણે વર્ષ 2001માં માત્ર 18 વર્ષની ઉંમરે મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો.
તેમની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ નંબર 1 હતી. અત્યાર સુધીની તેમની બે દાયકાની કારકિર્દીમાં, જુનિયર એનટીઆરએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. દર વર્ષે આ અભિનેતા પોતાના જન્મદિવસના દિવસે તેમના ચાહકોને ખાસ મળવા માટે જતા હોય છે જોકે આ વર્ષે કોરોનાને કારણે એવું કશું જ થઇ શક્યું નથી. અભિનેતાએ પહેલા જ પોતાના ચાહકોને નિવેદન કર્યું હતું કે તેઓ કોઈ પણ ઘરની બહાર ભેગા થાય નહિ. તેમણે ચાહકોને કહ્યું કે જો તેઓ કોઈ ભેટ આપવા માંગે છે તો લોકડાઉનના નિયમોનું પાલન કરો.
જુનિયર એનટીઆર પોતાની સાથે જોડાયેલી દરેક બાબતને લઈને ચર્ચામાં રહે છે. એ જ રીતે, તેઓ તેમના વાહનોના નંબર વિશે હેડલાઇન્સ બનાવતા રહે છે. લક્ઝરી લાઈફ જીવતા જુનિયર NTR પાસે ઘણી કાર છે. તે 9999 નંબરને ખૂબ જ નસીબદાર માને છે અને તેણે BMW માટે તેની કાર રજીસ્ટર કરાવવા માટે ફેન્સી નંબર 9999 માટે 11 લાખની બોલી પણ લગાવી છે. સાથે જ તમને જણાવી દઈએ કે તેના અન્ય ઘણા વાહનોના નંબર 9999 છે.
જુનિયર એનટીઆર તેમના પરિવાર સાથે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં રહે છે. તેમના આલીશાન ઘરની કિંમત 25 કરોડ છે. ખાસ વાત એ છે કે રામ ચરણ અને ચિરંજીવી જેવા મોટા કલાકારો જુનિયર એનટીઆરના પડોશી છે. વર્ષ 2011માં એનટીઆરના લગ્ન લક્ષ્મી પ્રણતિ સાથે થયા હતા. લગ્ન દરમિયાન લક્ષ્મીની ઉંમર માત્ર 18 વર્ષની હતી. જુનિયર એનટીઆર અને લક્ષ્મી એક પુત્ર નંદમુરી અભય રામના પિતા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતાની આગામી ફિલ્મ ‘RRR’ છે.