Bollywood

ફોટો શેર કરવાની ઉતાવળમાં કેટરીનાથી થઇ એક ભૂલ? લોકોના ટ્રોલનું થવાયુ પડ્યું શિકાર

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ એ લગ્ન પછી બંને પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. વિક્કી એ પોતાની આવનાર ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા છે તો બીજી બાજુ કેટરીના કૈફ એ પોતાના નવા પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહી છે. હમણાં જ કેટરીનાએ પોતાના એવા ફોટો શેર કર્યા જેની ઉપર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. કેટરીના એ શેર કરેલ ફોટોમાં તે ખુબ સુંદર દેખાઈ રહી છે, પણ ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી છે.

તસવીરમાં તમે જોઈ શકો છો કે કેટરિના કૈફ લાંબુ સ્વેટર પહેરીને બેઠી છે. કેટરીનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે હસતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા કેટરિનાએ કેપ્શનમાં લખ્યું કે, “હોમ સ્વીટ હોમ.” લગ્નના 25 દિવસ પછી કેટરીનાએ જેવી આ તસવીર શેર કરી તે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ. આ તસવીર જોયા પછી કોઈએ કેટરિનાને ક્યૂટ, બ્યુટીફુલ કહી તો કોઈએ તેને ખરાબ રીતે ટ્રોલ કરી.

તેણે સ્વેટર નીચે શોર્ટ્સ પહેર્યું છે. એવામાં ટ્રોલર્સ તેને કહી રહ્યા છે કે જલ્દી જલ્દીમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ કે શું. એક વ્યક્તિએ કોમેન્ટમાં પૂછ્યું હતું કે, ‘સાસરીમાં ખુશ તો છે ને બહેન’ તો બીજા એક વ્યક્તિએ લખ્યું કે, ‘હનીમૂન પછી કેટરીનાનો રંગ એકદમ નિખરી ગયો છે.’ બીજા એક યુઝરે લખ્યું કે ખબર નહિ કેમ હજી પણ આ સિંગલ હશે એવું કેમ લાગે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે આ ફોટોમાં કેટરીનાએ પોતાનું મંગળસૂત્ર પણ ફ્લોન્ટ કર્યું હતું. ઘણા ચાહકોએ તેના મંગળસૂત્રના પણ ખુબ વખાણ કર્યા હતા.

નોંધનીય છે કે કેટરીના અને વિકી કૌશલ ક્રિસમસ પાર્ટી અને ન્યૂ યરના અવસર પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વિકી અને કેટરીનાએ તેમના નજીકના મિત્રો સાથે ક્રિસમસ પાર્ટી કરી હતી, જ્યારે નવા વર્ષ પર તેઓએ જોરદાર એન્જોય કર્યું હતું, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી. લગ્ન બાદ આ કપલ મુંબઈના જુહુ સ્થિત એક લક્ઝરી ફ્લેટમાં શિફ્ટ થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે, વિકી અને કેટરિના 20 ડિસેમ્બરે મુંબઈમાં તેમના લગ્નનું ભવ્ય રિસેપ્શન આપવાના હતા, પરંતુ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તેઓએ રિસેપ્શન જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધું છે. હાલમાં, તેમના સ્વાગતની કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની જેમ કેટરીના અને વિકીના રિસેપ્શનમાં પણ અમુક પસંદગીના મહેમાનો જ પહોંચશે.