હાલમાં દેશમાં ફેર એકવાર કોરોના સંક્રમણના કેસ વધતા શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને બાળકોને હાલમાં ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઘરે અભ્યાસ કરવાને કારણે બાળકો અભ્યાસમાં ઢીલ કરતા હોય છે જેના કારણે તેમના શિક્ષણ પર ઘણી અસર પડતી હોય છે. ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પાંચ વર્ષના બાળકે અભ્યાસ કરવા ન બેસતા તેના જ પિતાએ તેને ઢોર માર મારીને હત્યા કરી દીધી છે. આ હૃદયદ્રાવક ઘટના દિલ્હીના નેબાસરાય વિસ્તારમાંથી સામે આવી છે.
જો કે નિર્દય પિતાએ તેના પાંચ વર્ષના પુત્રને એટલો માર્યો કે તે બ બાળકનું મૃત્યુ થઈ ગયું. જો કે આ બાળકની ભૂલ એટલી હતી કે તે પિતાના કહેવા છતાં તે ભણ્યા વગર તેની માતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. જો કે આ ઘટના અંગે તેમના પાડોશીએ પોલીસને જાણ કરી દીધી હતી. ત્યારે આ મામલે નેબાસરાય પોલીસ સ્ટેશને હત્યાની કલમો હેઠળ કેસ નોંધીને આરોપી પિતા આદિત્ય પાંડેની હાલમાં ધરપકડ કરી લીધી છે. અને આ મૃતક બાળકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખ્યો છે.
દક્ષિણ જિલ્લા ડીસીપી બેનીટા મેરી જેકરે જણાવ્યું કે પાંચ વર્ષનો બાળક પંડિત જ્ઞાન પાંડે ઉર્ફે ઉત્કર્ષ પરિવારના નારાયણ એપાર્ટમેન્ટમાં ખાનપુર ગામ, નેબસરાયમાં રહેતો હતો. નેબસરાય પોલીસને 6 જાન્યુઆરીની રાત્રે સાકેતમાં આવેલ મેક્સ હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે એક પાંચ વર્ષના બાળકને મૃત હાલતમાં લાવવામાં આવ્યો છે. માહિતી મળતા જ એસઆઈ ભગવાન પોલીસ ટીમ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. જાણવા મળ્યું કે ઉત્કર્ષને તેની માતાએ રાત્રે લગભગ 10 વાગ્યે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે રસ્તામાં જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. બાળકના આખા શરીર પર માર મારવામાં આવેલ ઘા ના નિશાનો હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતક બાળકના માતા-પિતાએ બાળકને થયેલી ઈજા અંગે ડૉક્ટર અને પોલીસને જાણ કરી ન હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને પણ ખોટા બહાના બતાવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન પાડોશીએ પોલીસને ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098 પર જાણ કરી હતી કે તેના પાડોશીએ તેના બાળક ને માર માર્યો છે અને આ બાળકનું મૃત્યુ થઇ ગયું છે. નેબસરાય પોલીસે તપાસ બાદ શુક્રવારે આરોપી પિતા આદિત્ય પાંડેની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓએ બેલ્ટ, ચંપલ અને પાઇપ વડે માર્યો હતો માર
પોલીસની પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હતી કે આરોપી પિતાએ તેના પાંચ વર્ષના પુત્રને ચામડાનો પટ્ટો, ચંપલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે નિર્દયતાથી માર માર્યો હતો. આનાથી બાળકના આખા શરીર પર ઈજાઓ થઈ હતી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જો કે ઉત્કર્ષ તેને વારંવાર બોલવા છતાં તે ભણતો ન હતો. અને તે તેની માતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.