CrimeGujaratSouth GujaratSurat

સુરતમાં સગીરાને કપલ બોક્સમાં લઇ જઈને ઘેનયુક્ત કોફી પીવડાવી કર્યું દુષ્કર્મ

સુરતના લિંબાયતમાં જ વેલેન્ટાઈન કોફી શોપ ના કપલ બોક્સમાં સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, એક જ ફેક્ટરીમાં કામ કરનાર સગીરાને કોફી પીવાનું કહીને યુવક કપલ બોક્સ માં લઈ ગયો હતો. તે દરમિયાન યુવક દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલામાં સલાબતોપુરા પોલીસ દ્વારા દુષ્કર્મ કરનાર નિખિલ સહાનીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લિંબાયતમાં રહેનાર 16 વર્ષીય સગીરા પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે. તે જગ્યાએ નિખિલ નામનો યુવક પણ નોકરી કરી રહ્યો હતો. એવામાં પીડિતા કામ કરવા માટે ગઈ ત્યારે નિખિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આપણી સાથેના લોકો કોફી પીવા જઈ રહ્યા છે. આપણે પણ ત્યાં જઈએ. પહેલાં તો પીડિતા દ્વારા તેને ના પાડવામાં આવી પરંતુ બાદમાં તે તૈયાર થઈ ગઈ હતી. તે દરમિયાન લિંબાયત કેફમાં લઈને યુવકે સગીરાને ઘેનયુક્ત કોફી પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું.

તેના સિવાય તે પણ જાણવા મળ્યું છે કે, યુવકની મદદ માટે સાથે કામ કરનાર અન્ય યુવક- યુવતીઓ પણ કોફી શોપ સુધી સાથે પહોંચ્યા હતા. લિંબાયતમાં એક કાફેમાં ગયા હતા ત્યાંથી નિખિલના બંને સાથી કર્મચારીઓ બીજી કોઈ જગ્યાએ ગયા બાદ નિખિલ દ્વારા પીડિતાને કોફી પીવડાવવામાં આવ્યું હતું. જયારે આ કોફીમાં ઘેનવાળો પદાર્થ હોવાના કારણે પીડિતા બેભાન થઈ ગઇ હતી. ત્યાર બાદ નિખિલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

તેમ છતાં પીડિતા ભાનમાં આવી તો તેને ખ્યાલ આવી ગયો હતો કે, તેની સાથે શું થયું છે. તે બાબતની સમગ્ર હકીકત તેણે તેની માતાને જણાવી દીધી હતી અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. સગીરા દ્વારા નિખિલ સહાની સામે સલાબતપુરા પોલીસ માં ફરિયાદ દાખલ કરવામાં આવી નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા નિખીલની ધરપકડ કરી લેવામાં આવી હતી.