ફક્ત 4 વર્ષમાં આટલી સંપત્તિની માલકિન બની ગઈ છે રશ્મિકા મંદાના, મોટી અભિનેત્રીઓને મૂકી દીધી પાછળ
નેશનલ ક્રશ બનેલ સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિકા મંદાનાને ઓળખાણની જરૂરત નથી. રશ્મિકાએ ફક્ત 4 વર્ષમાં જ ફિલ્મી દુનિયામાં પોતાની અનોખી જગ્યા બનાવી લીધી છે. આજે તેનું નામ એક્ટિંગની દુનિયામાં સૌથી આગળ આવેલ છે. તમને જણાવી દઈએ કે રશ્મિકા ફક્ત સાઉથમાં જ નહિ પણ ધીરે ધીરે બૉલીવુડમાં પણ પોતાની ઓળખાણ બનાવી રહી છે.
જો કે રશ્મિકાએ અત્યાર સુધી કોઈ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ તેની ચર્ચા પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ છે. રશ્મિકા મંદન્નાએ માત્ર નામ જ નથી કમાવ્યું પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં કરોડોની સંપત્તિની માલિક પણ બની ગઈ છે. ચાલો જાણીએ રશ્મિકા મંદન્ના કેટલી સંપત્તિની માલિક છે?
રશ્મિકાએ વર્ષ 2016માં ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. પહેલી ફિલ્મ એ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. તે પોતાની સ્માઈલથી લોકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. આજે એવું વાતાવરણ છે કે સાઉથમાં સૌથી વધુ ફી લેવાવાળી અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ થઇ ગયું છે. એક રિપોર્ટ પ્રમાણે રશ્મિકા એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા ફી લે છે.
રશ્મિકા મંદન્નાની પ્રોપર્ટીની વાત કરીએ તો તે લગભગ 30 કરોડની પ્રોપર્ટીની માલિક છે. તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંડન્નાની પાસે બેંગ્લોરમાં આલીશાન વિલા છે, જેની કિંમત 8 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. અન્ય અભિનેત્રીઓની જેમ રશ્મિકા મંદન્ના પાસે પણ લક્ઝરી ગાડીઓ છે જેની કિંમત કરોડોમાં છે. રશ્મિકા પાસે 50 લાખની મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસ, 40 લાખની કિંમતની ઓડી ક્યૂ3, ટોયોટા ઈનોવા અને હ્યુન્ડાઈ ક્રેટા જેવી લક્ઝરી કાર છે.
બેંગલુર સિવાય રશ્મિકા પાસે ગોવામાં પણ એક શાનદાર ઘર છે. તે ઘરની કિંમત પણ કરોડોમાં છે. રશ્મિકા અવારનવાર પોતાના ગોવાના ઘરના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. એ સિવાય વર્ષ 2020માં તેણે હૈદરાબાદમાં પણ એક બંગલો ખરીદ્યો છે. હાલમાં અભિનેત્રી નયનતારા, અનુષ્કા શેટ્ટી અને સામંથા રૂથ પ્રભુને ટક્કર આપી રહી છે. જો તેનું કરિયર આમ જ ચાલતું રહેશે તો તે જલ્દી જ બધી અભિનેત્રીઓથી આગળ નીકળી જશે.
રશ્મિકા મંદન્ના માત્ર ફિલ્મો દ્વારા જ કમાણી કરતી નથી, પરંતુ તેને ડઝનેક જાહેરાતની ઓફર પણ મળે છે. તાજેતરમાં તે પ્રખ્યાત અભિનેતા વિકી કૌશલ સાથે અમૂલ માચોની જાહેરાતમાં પણ જોવા મળી હતી. 5 એપ્રિલ 1996ના રોજ વિરાજપેટ કર્ણાટકમાં જન્મેલી રશ્મિકાએ પોતાની કારકિર્દીમાં માત્ર 11 ફિલ્મો કરી છે જેમાં ‘અંજની પુત્ર’, ‘ચમક’, ‘ચલો’, ‘ગીતા ગોવિંદમ’, ‘દેવદાસ’, ‘યજમાન’, ‘ડિયર કોમરેડ’નો સમાવેશ થાય છે. , ‘સરીલેરુ નેક્કેવારુ’, ‘ભીષ્મ’ અને ‘પુષ્પા ધ રાઇઝ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.