Bollywood

વિક્કીને સરપ્રાઈઝ આપવા માટે કેટરીના પહોંચી ઇન્દોર, પરાઠા જાતે બનાવ્યા કે શું?

બૉલીવુડની અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિક્કી કૌશલ એ લગ્ન પછી સતત ચર્ચામાં રહેતા હોય છે. આ કપલે 9 ડિસેમ્બર 2021માં રાજસ્થાન માં લગ્ન કરી લીધા છે. લગ્ન પછી વિક્કી કૌશલ પોતાની આવનાર ફિલ્મ માટેના શૂટિંગમાં ઇન્દોર પહોંચ્યા છે તો કેટરીના એ દિલ્હીમાં શૂટિંગ કરી રહી હતી. પણ કરોનાને કારણે દિલ્હીનું શૂટિંગ કેન્સલ થઇ ગયું હતું એટલે કેટરીના સીધી પોતાના પતિ વિક્કી કૌશલને મળવા ઇન્દોર પંહોચી હતી.

હા.. ઈન્દોર એરપોર્ટ પરથી કેટરિના કૈફની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટરિના ઈન્દોર પહોંચી કે તરત જ પતિ વિકી કૌશલ તેને રિસીવ કરવા આવ્યો. એરપોર્ટથી સીધા જ પતિ-પત્ની બંને બાયપાસ લાભ ગંગા પાસેની એક હોટલમાં પહોંચ્યા. તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ લગભગ 25 દિવસથી ઈન્દોર શહેરમાં છે. અહીં તે પોતાની ફિલ્મ ‘પ્રોડક્શન નંબર 25’ અને ‘લુકા ચુપ્પી 2’નું શૂટિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે કેટરીના પણ ઈન્દોર આવી ગઈ છે અને તે પોતાના પતિ વિકી કૌશલ સાથે થોડો ખાસ સમય વિતાવવા માંગે છે.

હમણાં જ વિક્કી કૌશલે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પરાઠા ખાતા દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં વિક્કી અથાણું, દહીં સાથે પરાઠા ખાઈ રહ્યા છે જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે પત્ની કેટરીના આ સ્પેશિયલ લંચ બનાવ્યું હશે. કેટરીના વર્ષ 2018માં એક જવેલર્સની એડ માટે ઇન્દોર આવી હતી પણ પછી લગ્ન પછી આ પહેલીવાર ઇન્દોર આવી હતી એવામાં તેના ઇન્દોરના ચાહકો ખુબ ઉત્સાહિત હતા.

વિકી કૌશલની ફિલ્મ ‘લુકા છુપી 2’ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં તે અભિનેત્રી સારા અલી ખાન સાથે જોવા મળશે. હાલમાં જ વિકી કૌશલ અને સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ સારાને બાઇક પર ઈન્દોર લઈ જતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ઈન્દોરમાં ફિલ્મ ‘લુકા છુપી-2’નું શૂટિંગ સરાફા, રજવાડા, બડા રાવલા અને છત્રીપુર સહિત અન્ય વિસ્તારોમાં થઈ રહ્યું છે. આ ફિલ્મના કેટલાક દ્રશ્યો ઈન્દોર શહેરના નંદલાલપુરા વિસ્તારમાં પણ શૂટ કરવામાં આવ્યા હતા. જ્યાં વિકી કૌશલ તેની કો-સ્ટાર સારા અલી ખાન સાથે બાઇક પર એક સીન શૂટ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય વિકી કૌશલ પાસે ‘સામ બહાદુર’, ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’, ‘તખ્ત’, ‘ગોવિંદા મેરા નામ’ અને ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ જેવી ઘણી ફિલ્મો છે.