‘દંગલ’ ફિલ્મની નાનકડી બબીતા ફોગટ તમને યાદ છે? જુઓ કેવી દેખાય છે આજે
બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’એ બોક્સ ઓફિસ પર ખુબ હિટ રહી હતી. આ ફિલ્મના દરેક પાત્ર પણ ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયા હતા. આ ફિલ્મમાં બાળ કલાકારનું પાત્ર ભજવનાર બાળકીઓ પણ ખુબ ચર્ચામાં રહી હતી. ઝાયરા વાસીમ તો દંગલ સિવાય આમિર ખાન સાથે ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’માં જોવા મળી હતી. પણ ફિલ્મમાં ગીતા અને બબીતાનું બાળપણનું પાત્ર ભજવનાર બાળકીઓના પણ ખુબ વખાણ થયા હતા.
વાસ્તવમાં, અમે ચાઈલ્ડ એક્ટ્રેસ સુહાની ભટનાગરની વાત કરી રહ્યા છીએ, જેણે ‘દંગલ’માં બબીતા ફોગટનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની આ નાની કલાકાર હવે મોટી થઈ ગઈ છે. હાલમાં જ બબીતા એટલે કે સુહાની ભટનાગરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં સુહાની ભટનાગરનો લુક સાવ બદલાયેલો છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. એક યુઝરે લખ્યું- તમે આટલી સુંદર કેટલી બદલાઈ ગયા છો… જ્યારે બીજા યુઝરે લખ્યું- વિશ્વાસ નથી આવતો કે આ એ જ છોકરી છે.
સુહાનીનો જન્મ 2007માં દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. તે ફરીદાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. સુહાનીને એક ભાઈ પણ છે. તે નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે. એક્ટિંગ સિવાય સુહાનીને સિંગિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે. સુહાનીએ મોન્ટે કાર્લો માટે એડ શૂટ કરીને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘દંગલ’થી કરી હતી.