દસ પગે હું ચાલુ છું, સજીવ છું અને નિર્જીવ પણ છું, કપાઇ જાય મારો એક પગ તો, એક જ જગ્યાએ થઈ જાવ હું ઢગ,
નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, ૧. ના તલવાર મને કાપે, ન આંચ મને આવે, લોકો મારા માટે કસમ ઉઠાવે, ચતુરને વિચાર પહેલા આવે ! જવાબ : સત્ય ૨. અંતના ત્રણ કપાય તો મહાવ્યક્તિ બની જાઉં, આરંભના બે કપાય તો શહેર બની જાઉં, વૃક્ષો વધુ હું હરિયાળું શહેર કહેવાઉ,બોલો હું કોણ ? જવાબ : ગાંધીનગર
૩. નાના બાળકો અને યુવનોને ગમુ છું, કમાવવાનું સાધન છું હું, ખાણી-પીણીને માણી, જવાબ આપે જેની બુદ્ધિ હોય શાણી !
જવાબ : મેળો
૪. યમરાજનો બીજો ભાઈ છું,લોકોનો માનીતો ભગવાન છું હું, દુ:ખના સમયે યાદ કરે લોકો મને, ચાર અક્ષરનું છે મારૂ નામ,
જવાબ : ડોક્ટર
૫. કાચું ખાવ તો કડકડ થાય, અથાણામાં મારો સમાવેશ થાય, મૂળાનો હું માસિયાઈ ભાઈ,ઓળખી બતાવો હું કોણ ?
જવાબ : ગાજર
૬. રીંછ જેવુ શરીર મારૂ, ઇશ એક ના હું છોડું, સારા નરસા સઘળા કામ, તન મારૂ હું તોડું,
જવાબ : નારિયેળ
૭. મારા પાનની ભાજી થાય, પૂરી ભજીયા સારા થાય, પહેલા યાદ આવી જ જાય, તમને લોહી જો ઘટી જાય ! જવાબ : પાલક ૮. દસ પગે હું ચાલુ છું, સજીવ છું અને નિર્જીવ પણ છું, કપાય જ્યાં મારો એક પગ પણ, એક જ જગ્યાએ થઈ જાવ હું ઢગ, જવાબ : બળદગાડું આવા અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.