પૌત્રએ શિફ્ટ કર્યું પોતાના દાદાની 50 વર્ષ જૂની ઝુંપડી, દાદાની છેલ્લી નિશાની બચાવવા કર્યું
આજના સમયમાં જૂની વસ્તુઓ વેચીને નવી વસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મકાનના કેસમાં પણ આવું જ થાય છે. લોકો જૂન મકાન તોડીને નવા મકાન બનાવી લેતા થયા છે. પણ રાજસ્થાનના બાડમેરમાં એક પૌત્રએ પોતાના દાદાની છેલ્લી નિશાની એવા ઘરને તોડતા બચાવી લીધું અને આજે તે લોકોની વાહ વાહ મેળવી રહ્યો છે.
આ હૃદયસ્પર્શી કિસ્સો સિંધરી સબડિવિઝનના કરદાલી નદી ગામનો છે. એક એરિયામાં લગભગ 50 વર્ષ જૂની ઝૂંપડી હતી. ઝૂંપડીનો પાયો તૂટી રહ્યો હતો. જો તેના વિશે ટૂંક સમયમાં કંઈ કરવામાં નહીં આવે, તો તે પડી જશે. આ ઝૂંપડી પુરખારામના દાદાની છે. દાદાના આ ચિન્હને સાચવવા માટે પૌત્રે તેને હાઈડ્રા ક્રેન વડે ખસેડ્યું.
પુરખારામએ જણાવ્યું હતું કે ઊધઈને લીધે જુપડીનો પાયો નબળો થઈ ગયો હતી. તેને કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની જરૂરત પડી હતી. જો ઝુંપડીની છતને રીપેર કરવામાં આવે તો તે હજી 30-40 વર્ષ સુધી સુરક્ષિત રહી શકે તેમ છે. ઝુંપડીઓની યોગ્ય સમયે સમયે રિપેરિંગ કરવું જરૂરી હોય છે. તેનાથી તે 100 વર્ષ સુધી સલામત રહે છે.
પુરખારામનું કહેવું છે કે તેણે ઝૂંપડીને શિફ્ટ કરવા માટે હાઈડ્રા ક્રેનની મદદ લીધી. તેની કિંમત માત્ર 6 હજાર રૂપિયા હતી. બાય ધ વે, દાદાની આ જૂની ઝૂંપડીને સુરક્ષિત રાખવાનું તેમના માટે પૈસા કરતાં વધુ મહત્ત્વનું હતું. તેથી તેણે કોઈ પણ વિલંબ કર્યા વિના ઝૂંપડું સ્થળાંતર કરાવ્યું.પુરખારામના કહેવા પ્રમાણે, નવી ઝૂંપડી બનાવવા માટે લગભગ 80 હજાર રૂપિયા લાગે છે. તેને બનાવવા માટે 50-70 લોકોએ સાથે મળીને કામ કરવું પડશે. ત્યાર બાદ તે બે દિવસમાં તૈયાર થઈ જાય છે. જો કે ઝૂંપડીઓ બનાવવાની આ કળા લુપ્ત થઈ રહી છે. હવે બહુ ઓછા લોકો તેને બનાવવાની સાચી રીત જાણે છે.
ઝુંપડી બનાવવાના સમયે જમીનમાંથી મટી ખોદીને, પશુના ગોબરને મિક્સ કરીને દીવાલ બનાવવામાં આવે છે. પછી માટીની દીવાલ પર લાકડીઓ અને બીજી વસ્તુઓની મદદથી છપ્પરઓ માટે બેસ રેડી કરવામાં આવે છે. બીજી બાજુ આકનું લાકડું, બાજરીના દુંદ, ખીંપ, ચંગ કે સેવનની ઘાસથી છત બનાવવામાં આવે છે. પુરખારામના જણાવ્યા અનુસાર ઉનાળા દરમિયાન રણનું તાપમાન 45 ડિગ્રીને પાર કરી જાય છે. આ સ્થિતિમાં પણ તેઓને એર કન્ડીશનીંગ કે પંખાની જરૂર જણાતી નથી. ઝૂંપડી કુદરતી રીતે તેમના ઘરને ઠંડુ રાખે છે.