કરોડોના માલિક છે ‘ક્રાઇમ પેટ્રોલ’ના અનુપ સોની, બે લગ્ન પછી જીવે છે આવું જીવન
ટીવી અભિનેતા અનુપ સોનીએ ઘણીબધી સિરિયલમાં કામ કર્યું છે. અનુપ સોની લુધિયાણાના રહેવાસી છે. તેમણે પોતાની શાનદાર એક્ટિંગથી અને તેમની ડાયલોગ બોલવાની છટાથી અનેક લોકોને પોતાના ચાહક બનાવ્યા છે. 30 જાન્યુઆરી 1975 ના દિવસે જન્મેલ અનુપ સોની વર્ષ 1999માં રીલીઝ થયેલ ફિલ્મ ‘ગોડફાધર;થી અભિનય ક્ષેત્રે ડગલાં માંડ્યા હતા. એ પછી તેમણે બૉલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મી દુનિયામાં કામ કર્યા બાદ અનૂપ સોની નાના પડદા તરફ વળ્યા અને અહીં પણ તેમને સફળતા મળી. તમને જણાવી દઈએ કે, અનૂપ સોની સીરિયલ ‘ક્રાઈમ પેટ્રોલ’ માટે જાણીતા છે. આ સિરિયલમાં તેમનો બોલાયેલ ડાયલોગ ‘સાવધાન રહો, સાવધાન રહો’ ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ સિરિયલ દ્વારા અનૂપ સોનીને ટીવીની દુનિયામાં એક અલગ જ ઓળખ મળી.
અનૂપ સોનીના અંગત જીવનની વાત કરીએ તો તેણે બે લગ્ન કર્યા છે. અનૂપ સોનીના પહેલા લગ્ન રિતુ સોની સાથે થયા હતા. પરંતુ આ દરમિયાન અનૂપ સોનીએ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજ બબ્બરની પુત્રી જુહી બબ્બરને દિલ આપ્યું. રિતુએ અનૂપ સોનીની કોલ ડિટેલ્સ દ્વારા જુહી અને તેના અફેરનો ખુલાસો કર્યો હોવાનું કહેવાય છે.
એવું કહેવાય છે કે અનૂપ અને જુહી બંનેએ તેમના અફેરનો સ્વીકાર કર્યો હતો. આ પછી રીતુએ અનૂપને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું, ત્યારબાદ વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી અનૂપ સોનીએ વર્ષ 2011માં જુહી બબ્બર સાથે લગ્ન કર્યા. જુહી અને અનૂપને એક પુત્ર છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મો અને ટીવીમાં કામ કરવાની સાથે તે જાહેરાતથી પણ ઘણી સારી કમાણી કરે છે. એક રિપોર્ટ પ્રમાણે અનુપ સોની 30 કરોડથી વધુ રકમની સંપતિના માલિક છે તે પોતાના પરિવાર સાથે રોયલ જીવન જીવે છે. અનુપ સોનીએ અત્યારસુધી ‘કોમેડી સર્કસ’, ‘કહાની ઘર ઘરકી’, ‘બાલિકા વધુ’, ‘શાંતિ’, ‘રાત હોનેકો હાઇ’, ‘રિમિક્સ’, જેવી ઘણી સિરિયલમાં કામ કર્યું છે.
ફિલ્મી દુનિયાની વાત કરીએ તો તેણે ‘ખુશી’, ‘ફિઝા’, ‘દીવાનપન’, ‘કર્કશ આઈ’, ‘શીન’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે ઘણા વર્ષો સુધી ‘ક્રાઈમ પેટ્રોલ’માં કામ કર્યા બાદ અનૂપ સોનીએ વાસ્તવિક જીવનમાં પણ પોલીસની જેમ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી તેણે ઓફિશિયલ સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો છે.