CrimeGujaratSouth GujaratSurat

સુરત: ચાર શખ્સોએ જાહેરમાં યુવાનને ઉતાર્યો મોતને ઘાટ, યુવક 10 મીનીટમાં આવું છું કહીને ગયો હતો અને આવી લાશ

સુરતમાં હત્યાના કેસોમાં સતત વધી છે. ગઈકાલે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાકાની હત્યાના બનાવની ઘટનાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યા તો રાંદેર વિસ્તારના સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા બંટી નામના યુવનની હત્યા કરવામાં આવી છે. જાહેરમાં લઘુશકા કરતા એક યુવાનને બંટીએ ઠપકો આપતા ચાર જેટલા યુવાનોએ બંટીની હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં પોલીસ ગુનાખોરીને ડામવા માટે હંમેશા મોટી મોટી વાતો કરે છે. રાજ્યમાં સતત કેસમાં ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. સતત થઈ રહેલ હત્યા, ચોરી,હત્યાના પ્રયાસ,લૂંટ, ચોરી તેમજ બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સુરત શહેરમાં દર 24 કલાકમાં હત્યાની એક ઘટના બને છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાકાની હત્યાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં તો વધુ એક યુવાનની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં વસવાટ કરતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતા બંટી નામના યુવાને પિતાના મૃત્યુ બાદ પરિવારની બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. ગતરોજ રાત્રે આ બંટી નામનો યુવાન પોતાના કામ પરથી આવ્યા પછી તેની વિધવા માતા પાસેથી 50 રૂપિયા લઈને ફક્ત 10 મિનિટમાં પાછો આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે સંજય નામનો વ્યક્તિ તેના ત્રણ મિત્રો સાથે બાઈક પર ગાયત્રી સર્કલ પાસે આવ્યો હતો.

તે જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હતો. આ જોતા જ બંટીએ સંજય નામના વ્યક્તિને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેને કારણે સંજયને લાગી આવતા સંજય તેમજ તેની સાથેના તમામ મિત્રોએ તેમની પાસે રહેલા રેમ્બો ચપ્પુથી બંટી પર જાહેરમાં ઉપરાછાપરી ઘા કર્યા હતા અને બંટીને ગંભીર ઇજા પહોંચાડી હતી.

નોંધનીય છે કે ગંભીર ઇજાને કારણે બંટી નું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને આ મામલે તપાસ હાથ ધરીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો ફૂટેજ સામે આવ્યા હતા. જેમા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સંજય અને તેના મિત્રો બંટીની જાહેરમાં હત્યા કરતા હતા.

તમને જણાવી દઈએ કે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બંટી ઘરે પોતાની માતાને ફક્ત 10 મિનિટમાં આવું છે તેમ કહીને નીકળી ગયો હતો. જોકે, ખાસ્સો સમય થયો હોવા છતાં પણ બંટી ઘરે પરત આવ્યો ન હતો. પરંતુ 30 મિનિટ પછી બંટીના મોતના સમાચાર સામે આવતા બંટીના પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. બંટી પરિવારમાં સૌથી મોટો હતો અને પરિવારની બધી જ જવાબાદરી પણ તે જ ઉપાડતો હતો.