કબજિયાતથી પીડિત લોકો માટે આ ઔષધિ લાખો રૂપિયાનું કામ કરે છે, ખરેખર આ અંગે તમે અજાણ હશો,
નમસ્કાર દોસ્તો,આજે આપણે એક એવી ઔષધિ વિશે જાણીશું,જે અંગે આજની આધુનિક પેઢીને તો આ ઔષધિ વિશે કદાચ ખબર પણ નહીં હોય.આ ઔષધિ એવી છે કે જેની સામે લાખો રૂપિયાની દવા કામ ન કરી શકે એવું આ ઔષધિ કામ કરે છે.આ ઔષધિ અઢળક રોગો મટાડે છે,ખાસ કરીને આંતરડા સાફ કરે છે.આંતરડામાં જે કઠણ મળ ચોંટી ગયેલ હોય છે તેને ખેંચીને બહાર કાઢે છે.
આ એવી ઔષધિ છે જે કબજિયાતથી પીડિત લોકો માટે ખૂબ જ ઉપયોગી છે,એક જ ઝાટકે પેટ સાફ કરી દે છે.સાથે બીજા ઘણા એવા રોગ જેમ કે યકૃત,લિવરની બીમારી,લિવરનો સોજો,આવી ઘણી સમસ્યાઓ મટાડવા આ ઔષધિ ખૂબ જ રામબાણ છે.આ ઔષધિનું નામ કડુ કરિયાતું છે,તે સ્વાદમાં તીખું અને ખૂબ કડવું છે.
કરિયાણાની દુકાને અથવા દેશી ઔષધની દુકાને આ ઔષધિ મળી રહે છે.આ ઔષધિને આયુર્વેદમાં કૃષ્ણભેદી કહેવાય છે.આનો ઉપયોગ કઈ રીતે કરવો ? ચાલો જાણીએ.જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેઓએ કડુ કરિયાતુને મિકચરમાં દળી ૨ ચમચી જેટલો પાવડર બનાવવો.ત્યારબાદ ૧ ચમચી જેટલો પાવડર એક ગ્લાસ પાણીની અંદર પલાળી આખી રાત રહેવા દો.
ત્યારબાદ સવારે આ પાણી ગાળીને પી જાઓ.મિનિટોમાં તમારું પેટ એકદમ સાફ થઈ જશે.તમે આ ઉપાય ૩-૪ દિવસ કરશો તો પણ ખૂબ જ લાભદાયક છે.નોંધ : જો તમને વધુ તકલીફ હોય તો પહેલા ડોક્ટર કે વૈદની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.