Ajab Gajab

એવી કઈ વસ્તુ છે જે યુવાનીમાં લીલી અને ઘડપણમાં લાલ દેખાય છે ? વાંચો આવા અવનવા મજેદાર ઉખાણા,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું. ૧. એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં બજારમાં વેચાતું નથી,જવાબ : ધીરજનું ફળ ૨. એવી કઈ વસ્તુ છે જે યુવાનીમાં લીલી અને ઘડપણમાં લાલ દેખાય છે ? જવાબ : મરચું

૩. એ શું છે જે ખેતરમાં લીલી,બજારમાં કાળી, અને ઘરે આવીને લાલ થઈ જાય છે ?
જવાબ : ચા પતી

૪. જો ૮ ને અડધા કરવામાં આવે તો 0 અને ૪ સિવાય બીજો કયો જવાબ આવશે ?
જવાબ : ૩ ( કારણ કે ઊભા બે ભાગ કરવાના )

૫. COW ને ૧૩ અક્ષરમાં કેવી રીતે લખાય ?
જવાબ : See O Double You

૬. તે કોણ છે જે મૂંગો, બહેરો અને આંધળો પણ છે છતાં હંમેશા સાચું જ બોલે છે, જવાબ : અરીસો આવા અવનવા ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.