Ajab GajabIndia

હિન્દુ છોકરાના પ્રેમમાં પાગલ થઈ મુસ્લિમ છોકરી સનાતન ધર્મ અપનાવવા માટે લીધા સાત ફેરા, જાણો સમગ્ર વાત…

કહે છે કે પ્રેમ જાતિ, ધર્મ, મજહબ, ઊંચનીચ કઈ જ જોતું નથી અને તેનું તાજું ઉદાહરણ મધ્યપ્રદેશના મદસૌર માં જોવા મળ્યું છે. અહીં એક મુસ્લિમ યુવતીએ પહેલા ધ સનાતન ધર્મ અપનાવ્યો અને ત્યારબાદ હિન્દુ પ્રેમી સાથે લગ્ન કર્યા હવે તેમનો વિવાહ ચર્ચાનો વિષય બન્યો છે, તો ચાલો જાણીએ આ રસપ્રદ પ્રેમ કહાની.

મુસ્લિમ છોકરી ને થયો હિન્દુ છોકરા સાથે પ્રેમ નાજનીન બાનો ગુના જિલ્લાના કુંભરાજની રહેનાર છે. તેમના પિતા મોહમ્મદ ઝફર છે, અને તે 19 વર્ષની છે તથા નવમા ધોરણ સુધી ભણી છે તેમને ટિક્ટોક ચલાવવાનો ખૂબ જ શોખ હતો અને તેમને મદસોર ના દીપક ગોસ્વામી નાના 22 વર્ષના યુવકના વિડીયો જોયા અને તેને ફોલો કરવા લાગી તેમને દીપક એટલો પસંદ આવી ગયો કે સોશિયલ મીડિયા ઉપર તે તેની સાથે વાતચીત કરવા લાગી દિપક બીકોમ ફસ્ટ યર નો સ્ટુડન્ટ છે.

નાજનીન અને દીપક હવે લગ્ન કરવા માંગે છે પરંતુ ધર્મની દિવાલ તેમની વચ્ચે આડે આવે છે દીપક એ પોતાના પિતાને જણાવ્યું કે તેમની પ્રેમિકા હિન્દુ ધર્મ અપનાવવા માટે તૈયાર છે એવામાં દીપકના પિતાએ મદસૌર ના ચૈતન્ય સિંહ રાજપુત નો સંપર્ક કર્યો અને ચૈતન્ય તેના પહેલા ઘણા બધા મુસ્લિમ યુવાનોના લગ્ન હિન્દુ ધર્મમાં કરાવી ચૂક્યા છે અને તેમને આ વાત પણ એવી જ કરી.

દિપક અને નાજનીન છ મહિના પહેલા ઘરેથી ભાગી પણ ગયા હતા પરંતુ અમુક દિવસ પહેલા જ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન કરતા પહેલા નાજનીન બાનો એ વિધિ વિધાનથી ગાયત્રી મંદિરમાં સનાતન ધર્મ અપનાવ્યો અને તેનાસી ગોસ્વામી બની ગઈ ત્યારબાદ નેન્સી અને દીપક એ હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કર્યા.

રસપ્રદ વાત એ છે કે મદસૌર માંથી જ છેલ્લા ઘણા સમયમાં એવા મામલા સામે આવ્યા છે જ્યાં મુસ્લિમ યુવક અથવા યુવતી સનાતન ધર્મ અપનાવીને હિંદુ પ્રેમી સાથે લગ્ન કરીને સેટલ થઈ ગયા હોય તેમાં લગભગ લગ્ન તો ચૈતન્ય સિંહ રાજપૂતે જ કરાવ્યા છે અને તેમની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે.

ચૈતન્ય સિંહ રાજપુત પહેલા ઝફર શેખ હતા અને તેમને એક હિન્દુ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ ધર્મ તેમની પ્રેમ કહાની વચ્ચે આવી રહ્યો હતો એવામાં તેમને સનાતન ધર્મ અપનાવ્યો અને સફળ શેખમાંથી તેઓ ચૈતન્ય સિંહ રાજપુત બની ગયા, ત્યારબાદ તેમને હિંદુ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા બસ ત્યારથી જ તે આ પ્રકારે હિંદુ મુસ્લિમના વિવાહ કરાવતા આવ્યા છે.