MoneyIndiaNews

1 એપ્રિલથી UPI દ્વારા પેમેન્ટ કરવું બનશે મોંઘુ: 2000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર લાગશે આટલો ચાર્જ

બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ (New Financial Year) શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ્સ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI મારફત કરાયેલી વેપારી ચુકવણીઓ પર PPI ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર મુજબ, મંગળવારે જારી કરાયેલા આ પરિપત્ર અનુસાર NPCIએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI રજૂ કરવાની તૈયારી કરી છે. આ ચાર્જ 0.5-1.1 ટકા લાદવાની ભલામણ કરવામાં આવી છે. પરિપત્રમાં UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો (UPI Transaction) પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ચાર્જ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.

NPCI ના પરિપત્રમાંથી એવા સંકેતો મળ્યા છે કે 1 એપ્રિલથી, જો તમે UPI પેમેન્ટ એટલે કે Google Pay, Phone Pay અને Paytm જેવા ડિજિટલ માધ્યમથી રૂ. 2,000થી વધુની ચુકવણી કરો છો, તો તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે.રિપોર્ટ અનુસાર, લગભગ 70 ટકા UPI P2M ટ્રાન્ઝેક્શન્સ રૂ. 2,000થી વધુના હોય છે, આ સ્થિતિમાં 0.5 થી 1.1 ટકાનો ઇન્ટરચેન્જ લાદવાની તૈયારી છે.

તમને જણાવી દઈએ કે, PPIમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે. ઇન્ટરચેન્જ ફી સામાન્ય રીતે કાર્ડની ચૂકવણી સાથે સંકળાયેલી હોય છે અને વ્યવહારો સ્વીકારવા અને ખર્ચ આવરી લેવા માટે લાગુ કરવામાં આવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ તેના પરિપત્રમાં કહ્યું છે કે 1 એપ્રિલથી આ નવા નિયમને લાગુ કર્યા પછી, 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરવામાં આવશે.