AhmedabadGujarat

મોરબીમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ, હવસખોરે સગીરાના શરીર પર છાતી પર ભર્યા બચકા, આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આરોપી દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરતા તેના શરીર ઉપર બચકા પણ ભર્યા હતા. આ મામલામાં સગીરાના પરિવાર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આરોપીને મોરબીની જેલ ભેગો કરી દીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી જિલ્લાના હળવદ તાલુકા ચિત્રોડી ગામથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ગામમાં મજૂરી કામ કરવા માટે આવેલા શ્રમજીવી પરિવારની દીકરી ઘરમાં એકલી રહેલી હતી તેનો લાભ લઈને તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈ જઈને તેની સાથે ગત તા 6 જૂનના રોજ રત્ના ભીમા ભરવાડ નામના વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે મામલામાં  હળવદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ ગુનાનો આરોપી રત્ના ભીમા ભરવાડ ધરપકડ કરી લેવામાં આવી હતી.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, સગીરાના માતા-પિતા જ્યાં કામ કરે છે તે ખેતરની બાજુમાં આવેલ વાડીમાં ગયેલા હતા. તે સમયે દીકરી ઘરમાં એકલી રહેલી હતી અને તેનો લાભ મેળવી આરોપી તેને બાજુના ખેતરની ઓરડીમાં સગીરાને લઈને ચાલ્યો ગયો હતો. દુષ્કર્મ દરમિયાન સગીરાને છાતીના ભાગે યુવક દ્વારા બચકા ભરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભોગ બનેલ પરિવાર દ્વારા આ મામલામાં સવારના ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તેમ છતાં સાંજના પાંચ વાગે તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પહેલા આ બનાવમાં સમાધાન કરવા માટે ભૂમિકા ભજવવામાં આવી હતી. તેમ છતાં પરિવાર દ્વારા ફરિયાદ કરવાનો આગ્રહ કરવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.