કચ્છના અંજારમાં કેમો સ્ટીલ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટમાં એકનું મોત, 7 લોકોને ગંભીર ઇજા
કચ્છના અંજારથી મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જવાના લીધે 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાં એકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે ચારની હાલત ગંભીર દેખાતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાની વાત કરીએ સ્ટીલ પીગળાવાની કામગીરી દરમિયાન આ મોટી સર્જના ઘટી હતી. તેની સાથે મજૂરોના શરીરમાં અત્યંત ગંભીર ઈજા પહોંચી હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. જાણકારી અનુસાર સ્ટીલ પિગળાવતા સમયે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના ઘટી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જવાના લીધે મજૂરોનાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે ચારની હાલત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા છે. પ્રાથમિક જાણકારી અનુસાર, અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ મોકલી દેવાયા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી છે.