GujaratSaurashtra

અમરેલીમાં પતિ-પત્ની અને નણંદની આત્મહત્યાને લઈને મોટો ખુલાસો, ત્રણેયની કરાઈ હતી હત્યા, કારણ જાણીને થઈ જશો ચકિત….

અમરેલીના લાલાવદરમાંથી ગત 12 તારીખના રોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં અમરેલીના લાલાવદરની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જયારે આ મૃતદેહોને લઈને સૌથી મોટી ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો ગત ૧૨ તારીખના રોજ મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો રહેલા હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના લીધે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલી દેવાયા હતા. જેમા ત્રણેય ની હત્યા થઈ હોવાનું સામે આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલામાં ચાર આરોપીઓ પૈકી ત્રણની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

તેમ છતાં આ હત્યાનો મુખ્ય આરોપી ફરાર છે. જ્યારે આ હત્યા કેમ કરવામાં આવી તેનું કારણ સામે આવ્યું છે. થોડા મહિનાઓ અગાઉ આ હત્યાકાંડ ના મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરીનુ બીમારીથી મૃત્યુ નીપજ્યું હતું. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા રહેલી હતી કે, તેમની દીકરી મૃતક દંપતિ દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી હતી તેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

તેની સાથે આ અદાવત રાખીને તેમના દ્વારા આ દંપતીની હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. ગત દસ તારીખની રાત્રીના ચાર લોકો બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, મેર સિંહ તીનચીયા પારદીયા, ઈન્દ્ર કિશન વસુનીયા અને ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં આવી પહોંચ્યા અને અને દંપતિનું ગળુ દબાઈ હત્યા કરી નાખી હતી. તેમ છતાં ત્યા હાજર રહેલી એક આઠ વર્ષની કિશોરી દ્વારા આ હત્યા જોઈ લેવામાં આવી હતી. તેના લીધે આરોપીઓ દ્વારા તેની હત્યા કરી નાખવામાં આવી અને ત્રણેયની લાશ કુવામાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.