GujaratMadhya Gujarat

આણંદમાં વિદ્યાનગરની હોટલમાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આણંદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પતિ દ્વારા પત્નીની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આણંદમાં રહેનાર પતિ દ્વારા વિદ્યાનગરની એક હોટેલમાં પત્નીની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પતિ દ્વારા જ પોલીસને આ ઘટનાને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા પતિને સારવાર માટે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વિદ્યાનગર ની ફેવરિટ હોટલ નામની હોટલના રૂમ નંબર ૨૦૩ માં આણંદમાં રહેનાર કોટેશ્વર દવે નામના વ્યક્તિ દ્વારા તેની પત્ની સેજલબેન દવે ની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ કોટેશ્વર દવે દ્વારા પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ કોટેશ્વર દવે દ્વારા પોલીસને કોલ કરીને સમગ્ર ઘટનાને લઈને જાણકારી આપવામાં આવી હતી. તેના લીધે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા કોટેશ્વર દવેને 108 ઈમરજન્સી મારફતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેમ છતાં અત્યાર સુધી કોટેશ્વર દવે દ્વારા તેની પત્ની હત્યા કેમ કરવામાં આવી છે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.