પુરુષોત્તમ રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળા દ્વારા કરવામાં આવેલ વિરોધ લઈને કીર્તિ પટેલ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, પદ્મિનીબા વાળા સમાજને ગુમરાહ કરતા હોવાનું સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે કીર્તિ પટેલ દ્વારા પદ્મીનીબા વાળાનો મજાક ઉડાવતો એક વિડીયો બનાવવામાં આવ્યો છે. કીર્તિ પટેલ દ્વારા પદ્મીનીબા વાળાની સ્ટાઈલ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
કીર્તિ પટેલ દ્વારા શેર કરવામાં આવેલ કીર્તિ પટેલ ક્ષત્રિય અગ્રણી પદ્મીનાબા વાળાના ચાળા પાડતી જોવા મળી હતી. જેમાં તેને પદ્મીનાબા વાળા લુક ધારણ કર્યો અને તે જ રીતે વર્તન કર્યું હતું. માથા પર પલ્લુ ઓઢેલું હતું. જ્યારે ગીતના બેકગ્રાઉન્ડમાં ‘નાયક નહિ ખલનાયક હે તુ…’ ગીત પણ વાગી રહ્યું હતું. કારના પર ઉભી રહીને કીર્તિ પટેલ વીડિયોમાં તે સાડીના પલ્લુંને લઈને બોલતી જોવા મળી રહી કે, એ પડી ગયું… પડી ગયું…આ તો મારો સમાજ છે ને એટલે માથે મારે ઓઢવું પડે. બાકી, લીલા લહેર જ છેં. પછી તે બોલે છે કે, તમે આવી જ રીતે પીન લગાવો છો નો તમે, આમ કરીને આમ. હે બહેન તમારા કેટલા રૂપ છે તે આવીને મને પૂછો. આ તો મુવી થોડુ છે આ તો તમારું નાટક રહેલ છે. એવામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાર્ય્લ થઈ રહ્યો છે.
View this post on Instagram
નોંધનીય છે કે, તાજેતરમાં જ કીર્તિ પટેલ દ્વારા એક વીડિયો શેર કરીને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તેની સાથે પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ પણ કરી હતી. કીર્તિએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ઓ પદ્મિનીબહેનને મારો આજે તમને સવાલ છે. પહેલા તમે એમ કહો કે, તમારે શું કરવું છે. કેમ કે, ક્ષત્રિય સમાજના બાણુ સંકલન સમિતિ દ્વારા તમને ખુલ્લેઆમ સપોર્ટ કરવામાં આવ્યો છે. મહાસંમેલન કર્યું હોવા છતા પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયલે છે. રૂપાલા સાહેબની શબ્દોની ભૂલ છે, તે માણસ ખરાબ નથી. ક્યારેય એમણે પક્ષપાત કર્યો નથી કે પટેલનું સારુ કરીએ પરંતુ એમણે અઢારેય વરણનું સારું કરેલ છે.