GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, આજે આ જિલ્લાઓમાં જોવા મળશે અતિભારે વરસાદ

રાજ્યમાં હાલમાં સર્વત્ર જિલ્લાઓ માં વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓ માં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે આજે તમામ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માં વરસાદી માહોલ રહેવાનો છે. જ્યારે અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરી છે.

વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ નું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ માં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નું યેલો એલર્ટ આપ્યું છે.