Uncategorized

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજનો ભાવ

સોના અને ચાંદી માં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે કડાકો થયો છે.સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નફાખોરી (Profit-taking) અને અમેરિકન ડૉલરની મજબુતી (Strong Dollar)ને કારણે રોકાણકારોએ કિંમતી ધાતુઓમાં વેચવાલી વધારતા ભાવ પર દબાણ આવ્યું છે.

(Gold Price Crash):આજે સોનાના ભાવમાં નોંધપાત્ર કડાકો જોવા મળ્યો છે. ગત સેશનમાં સોનું ₹1,83,962 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે આજે બજાર ખુલતા જ તે ₹1,80,499 પર ઓપન થયું. ટ્રેડિંગ દરમિયાન સોનાનો ભાવ વધુ ઘટીને ₹1,78,326 સુધી પહોંચી ગયો, જે અંદાજે 3.06 ટકાનો ઘટાડો દર્શાવે છે. કુલ મળીને, ગત બંધ ભાવની સરખામણીએ સોનામાં લગભગ ₹8,862 પ્રતિ 10 ગ્રામનો ભારે ઘટાડો નોંધાયો છે. જો કે, દિવસ દરમિયાન થોડી રિકવરી (Price Recovery) જોવા મળી હતી અને સમાચાર લખાય ત્યાં સુધી સોનું ₹1,78,326 આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું.

ચાંદીના ભાવમાં વધુ તીવ્ર કડાકો (Silver Price Fall): ચાંદીના ભાવમાં સોનાની તુલનાએ વધુ તેજ ઘટાડો નોંધાયો છે. અગાઉ ચાંદી ₹3,99,893 પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જ્યારે આજે બજાર ખુલતાં જ તે ₹3,83,898 પર આવી ગઈ. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ભાવ ₹3,79,831 સુધી ઘટ્યો, જે અંદાજે 5.02 ટકાનો મોટો ઘટાડો છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં લગભગ ₹23,993 પ્રતિ કિલોનો કડાકો જોવા મળ્યો છે. જોકે, બાદમાં થોડો સુધારો (Intraday Recovery) જોવા મળ્યો અને ચાંદી ₹3,79,831 આસપાસ ટ્રેડ થતી રહી.

(Reasons Behind Gold-Silver Correction):બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ લેવલ (Record High Levels) સુધી પહોંચ્યા હતા. આ કારણે હવે રોકાણકારો નફો વસૂલવા (Profit Booking) લાગ્યા છે. સાથે જ, અમેરિકન ડૉલરની મજબૂતી અને વૈશ્વિક બજારમાં વ્યાજદર અંગેની અનિશ્ચિતતાએ કિંમતી ધાતુઓ પર દબાણ વધાર્યું છે. તેમ છતાં, ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) અને વૈશ્વિક અનિશ્ચિતતા લાંબા ગાળે સોના-ચાંદી માટે સપોર્ટિવ સેન્ટિમેન્ટ જાળવી રાખી શકે છે, એવું નિષ્ણાતો માને છે.