Stock Market Crash: બજેટમાં આ એક જાહેરાત થઇ અને શેરબજાર ધડામ, 8 લાખ કરોડ રૂપિયા સ્વાહા
કેન્દ્રીય બજેટ બાદ શેરબજારમાં મોટો ઝટકો જોવા મળ્યો છે. બજેટમાં (Stock Market Budget Impact) અંતર્ગત F&O ટ્રેડિંગ પર લાગતા STT (Securities Transaction Tax)માં વધારો જાહેર કરવામાં આવતા બજારમાં તરત જ ભારે વેચવાલી શરૂ થઈ ગઈ હતી.
નવી જાહેરાત મુજબ હવે ઓપ્શન ટ્રેડિંગ પર STT 0.10%માંથી વધારીને 0.15% કરવામાં આવ્યો છે, જ્યારે ફ્યુચર્સ ટ્રેડિંગ પર STT 0.02%માંથી વધારીને 0.05% નક્કી કરવામાં આવ્યો છે. અગાઉના બજેટમાં પણ STT વધારવામાં આવ્યો હતો અને હવે ફરી વધારો થતાં ટ્રેડર્સ અને રોકાણકારોમાં નારાજગી જોવા મળી રહી છે.આ જાહેરાત પછી ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન BSE પર સૂચકાંકોએ મોટો ઘટાડો નોંધાવ્યો હતો. દિવસ દરમિયાન Sensex લગભગ 2,000 પોઈન્ટ સુધી તૂટ્યો હતો, જ્યારે Nifty 50 માં અંદાજે 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 81,700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટી 220 પોઈન્ટ ઘટીને 25,100ની આસપાસ રહ્યો હતો. બજારમાં (intraday market fall)ને કારણે તમામ મુખ્ય સેક્ટરોમાં દબાણ જોવા મળ્યું હતું.મેટલ અને માઇનિંગ સેક્ટરના શેરોમાં ખાસ કરીને ભારે વેચવાલી જોવા મળી હતી. Vedanta, Hindustan Zinc અને Hindustan Copper જેવા શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર ત્રણ શેરો લીલા નિશાનમાં રહ્યા હતા, જ્યારે 27 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. Sun Pharma, TCS અને Kotak Mahindra Bank સિવાય મોટા ભાગના શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, ફાર્મા, FMCG, બેંકિંગ તેમજ PSU બેંકિંગ સેક્ટર તમામ પર દબાણ જોવા મળ્યું હતું.
એક જ દિવસમાં 8 લાખ કરોડનું નુકસાન (Market Capitalization Crash): શેરબજારમાં થયેલી ભારે વેચવાલીના કારણે BSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (market capitalization fall)માં મોટો ફટકો પડ્યો છે. ગઈકાલે BSEનું માર્કેટ કેપ લગભગ ₹460 લાખ કરોડ હતું, જે આજે ઘટીને આશરે ₹452 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹8 લાખ કરોડનું નુકસાન થયું છે.
શેરબજારમાં ખરીદી અને વેચાણ પર લાગતો ટ્રાન્ઝેક્શન ટેક્સ STT તરીકે ઓળખાય છે. આ વખતના બજેટમાં ખાસ કરીને (F&O trading tax hike) અંતર્ગત પ્રીમિયમ આધારિત ઓપ્શન ટ્રેડિંગ અને ફ્યુચર્સ પર ટેક્સ વધારવામાં આવતા ટ્રેડિંગ ખર્ચ સીધો વધી ગયો છે. આ કારણે ટૂંકાગાળાના ટ્રેડર્સ દ્વારા મોટા પાયે પોઝિશન કટ કરવાની પ્રક્રિયા જોવા મળી રહી છે.
બજેટમાં એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે. હવે PIO એટલે કે (Person of Indian Origin investment) ધરાવતા લોકોને પણ ભારતીય શેરબજારમાં સીધું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. સરકારના આ પગલાં બાદ આવનાર સમયમાં વિદેશી મૂડીનું પ્રવાહ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે બજારમાં વ્યાપક વેચવાલી હતી, તેમ છતાં ડિફેન્સ સેક્ટરના કેટલાક શેરોમાં ખરીદી જોવા મળી હતી. Bharat Electronics Limited અને Data Patterns જેવા શેરોમાં લગભગ 2% સુધીનો ઉછાળો નોંધાયો હતો.બજાર નિષ્ણાતોનું માનવું છે કે હાલ STT વધારાની અસરને કારણે બજારમાં અસ્થિરતા (market volatility after budget) રહી શકે છે, પરંતુ મધ્યમ અને લાંબા ગાળે વિદેશી રોકાણ માટેના નવા નિયમો બજારને આધાર આપી શકે છે.