GujaratSouth GujaratSurat

દીકરીઓની છેડતીમાં કાયદો પણ કુદાવી દઈશું, વગર FIRએ શિક્ષા, ભાજપના ધારાસભ્ય આક્રમક થયા

સુરતમાં 1 ફેબ્રુઆરીના રોજ સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 68મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા (women safety commitment) અંગે કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાની બાંહેધરી વ્યક્ત કરી હતી.

મંચ પરથી સંબોધન કરતા વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, સમાજની કોઈપણ દીકરી હોય, તેની સુરક્ષાની જવાબદારી તેઓ વ્યક્તિગત રીતે લેશે. સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ન હોય, તેની સામે તાત્કાલિક કાર્યવાહી (strict action against criminals) કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અસામાજિક તત્વોને “વગર FIRએ શિક્ષા” આપવાની પણ જરૂર પડશે અને જો તેમનો પોતાનો કોઈ નજીકનો માણસ ગુનામાં સંડોવાયેલો નીકળશે તો તેને પણ છોડવામાં આવશે નહીં.

આ સમૂહલગ્નોત્સવ માત્ર લગ્ન સમારંભ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ સમાજમાં વ્યાપેલા બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો (social reform in marriage system) સામે ઉદાહરણરૂપ પહેલ તરીકે પણ ચર્ચામાં આવ્યો હતો. વધતી મોંઘવારી અને લગ્નના નામે થતો દેખાડો સામાન્ય પરિવારો માટે આર્થિક બોજ બની રહ્યો છે, ત્યારે વાટલીયા પ્રજાપતિ સમાજે આ ખર્ચાળ પ્રથાઓ સામે ખુલ્લી લાલ આંખ કરી છે.

સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ કલ્પેશ વરિયાએ જણાવ્યું હતું કે, આજકાલ લગ્નમાં થતા ભપકા અને દેખાડાના કારણે દીકરી કે દીકરાના પિતાને વ્યાજે પૈસા લેવા પડે છે, જે સ્થિતિ લાંબા ગાળે પરિવાર માટે ગંભીર બની જાય છે. આ સમસ્યા અટકાવવા માટે સમાજે પોતાના બંધારણમાં ફેરફાર કરી ખર્ચાળ અને બિનજરૂરી વિધિઓ (wedding expense control)નો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

સમાજ દ્વારા પ્રી-વેડિંગ ફોટોશૂટ (pre wedding photoshoot), વાના રસમ, મહેંદી રસમ અને “ફૂલો કી હોળી” જેવી દેખાવડી અને ખર્ચાળ વિધિઓ દૂર કરવામાં આવી છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આ તમામ વિધિઓ દૂર કરવાથી મધ્યમ વર્ગના પરિવારો પર પડતો આર્થિક ભાર ઓછો થશે અને દીકરીના લગ્ન પરિવાર માટે બોજ નહીં બને.

સુરતમાં યોજાયેલો આ 68મો સમૂહ લગ્નોત્સવ આજે માત્ર સામૂહિક લગ્ન (community wedding program) તરીકે નહીં, પરંતુ સમાજમાં બદલાવ લાવતી એક સકારાત્મક પહેલ તરીકે પણ નોંધપાત્ર બન્યો છે.