×
GujaratRajkotSaurashtra

ચૂંટણીમાં ટીકીટ ન મળતા ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે રઘુવંશી સમાજે ટિકિટ ફાળવણી મુદ્દે Bharatiya Janata Party સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. 18 એપ્રિલે ‘રઘુવંશી યુવા શક્તિ સંઘ’ના નેતૃત્વ હેઠળ યોજાયેલી સભામાં આક્ષેપ કરવામાં આવ્યો કે પશ્ચિમ વિધાનસભાની ધારાસભ્ય Dr. Darshita Shahએ પોતાના સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં સમાજના ઉમેદવારોની ટિકિટ કાપી છે.

સભામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં ‘ડૉ. દર્શિતાબેન શાહ હાય હાય’, ‘જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી ત્યાં NOTA’ અને ‘ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી’ જેવા સૂત્રો સાથે પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોે ચેતવણી આપી કે જો આ પ્રકારનો અન્યાય ચાલુ રહેશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં લાખો રઘુવંશી મતદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે.ડી. રઘુવંશીએ જણાવ્યું કે સ્થાનિક ચૂંટણીમાં સમાજની અવગણના કરવામાં આવી છે, જેના વિરોધમાં ‘રઘુવંશી સ્વાભિમાન સંમેલન’ યોજાયું છે. તેમણે કહ્યું કે સમાજના તમામ અગ્રણીઓએ એકમતથી નિર્ણય લીધો છે કે આ વખતે ભાજપને મત નહીં આપવામાં આવે.

કે.ડી. રઘુવંશીએ વધુમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ પર આક્ષેપ કરતા જણાવ્યું કે રઘુવંશી સમાજના મજબૂત વિસ્તારોમાંથી ટિકિટો કાપવામાં આવી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે સમાજ હવે જાગૃત થયો છે અને સમય આવતાં યોગ્ય જવાબ આપશે.

ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ પણ પોતાના ભાષણમાં હક્ક માટે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સવાલ કર્યો કે શું માત્ર થોડા ઉમેદવારો મોટી સંખ્યામાં રહેલા રઘુવંશી સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ કરી શકે? અંતમાં સભામાં હાજર લોકોએ એકતાથી અન્યાય સામે લડત આપવાની અને જાગૃત મતદાન કરવાની અપીલ કરી હતી.