×
BollywoodIndia

30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા:અભિનેત્રીની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ

હરિયાણવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર Divyanka Sirohiનું મંગળવાર, 21 એપ્રિલે 30 વર્ષની વયે નિધન થયું છે. લોકપ્રિય મ્યુઝિક વીડિયોઝ અને સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ માટે જાણીતી દિવ્યાંકાના અચાનક અવસાનથી ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અહેવાલો મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર તેમના ભાઈ હિમાંશુ સિરોહીએ કર્યા હતા.

છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બની ચર્ચાનો વિષય: દિવ્યાંકાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં તે “બરસાના મિલા હૈ” ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં તે સ્લો-મોશન અંદાજમાં દેખાઈ રહી છે. આ ગીતમાં B Praak, Afsana Khan અને Meer Desaiનો અવાજ છે. તેમના અવસાન પછી કોમેન્ટ સેક્શનમાં ચાહકો દ્વારા શ્રદ્ધાંજલિ અને પ્રાર્થનાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે.

19 નવેમ્બર, 1996ના રોજ જન્મેલી દિવ્યાંકાએ મેરઠની Chaudhary Charan Singh Universityમાંથી BCA પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ સિક્કિમમાંથી MBA કર્યું હતું. તે ગાઝિયાબાદમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેમના પરિવારમાં ભાઈ હિમાંશુ અને બહેનો દીપાંશુ અને જસમીતનો સમાવેશ થાય છે.

દિવ્યાંકાએ 50થી વધુ હરિયાણવી ગીતોમાં કામ કર્યું હતું અને Masoom Sharma, Amit Saini Rohtakiya અને KD જેવા જાણીતા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તે એક જાણીતા ચહેરા તરીકે ઉભરી આવી હતી.

આ રીતે મળી લોકપ્રિયતા:
એક ઈન્ટરવ્યુ દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યું હતું કે તેમને બાળપણથી જ અભિનય અને નૃત્યનો શોખ હતો. દિવાળીના સમય દરમિયાન બનાવેલો તેમનો એક TikTok વીડિયો, જેમાં તેઓ Sunanda Sharmaના ગીત “મેરે મમ્મી નુ પસંદ ની તુ” પર નાચતા જોવા મળ્યા હતા, ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોને લગભગ 2 કરોડ વ્યૂઝ મળ્યા હતા અને ત્યારબાદ તેમના TikTok પર 5 મિલિયન સુધી ફોલોઅર્સ થઈ ગયા હતા.

દિવ્યાંકાના અચાનક અવસાનથી તેમના ચાહકો અને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.