×
International

લંડનમાં દેશી રીતે કેરીઓ વેચતી શાંતાબાઈનો વિડીયો વાયરલ

ભારતમાં હાલમાં ‘ફળોના રાજા’ કહેવાતી કેરીની સિઝન જોરશોરથી ચાલી રહી છે. કેરીના શોખીન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં જોવા મળે છે. ખાસ કરીને ભારતીય કેરીઓની વિદેશી બજારોમાં ભારે માંગ રહેતી હોવાથી ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે ભારતમાં સસ્તામાં મળતી કેરી વિદેશમાં કેટલા ભાવે વેચાતી હશે?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને Gayatri Farmer Store નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. UK આધારિત આ ઓનલાઈન ગ્રોસરી સ્ટોર સમગ્ર બ્રિટનમાં ભારતીય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી કરે છે.

વિડિયોમાં ખાસ વાત એ છે કે કેરી વેચવાનો અંદાજ એકદમ દેશી જોવા મળે છે. લારી પર કેરીઓના ઢગલા ગોઠવી એક ભારતીય મહિલા સ્થાનિક શાકભાજી વેચનારની જેમ બૂમો પાડી-પાડીને કેરી વેચતી નજરે પડે છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

હાલ ગાયત્રી ફાર્મર સ્ટોરમાં Kesar Mango અને Alphonso Mango જેવી લોકપ્રિય ભારતીય કેરીઓ ઉપલબ્ધ છે. જોકે, તેના ભાવ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. કેસર કેરી ડઝન દીઠ 16 પાઉન્ડ જ્યારે અલ્ફાન્સો કેરી 18 પાઉન્ડ સુધી વેચાઈ રહી છે.

વિદેશી બજારોમાં, ખાસ કરીને Londonમાં ભારતીય કેરીઓની કિંમત ભારતીય ચલણ પ્રમાણે અંદાજે ₹1500થી ₹3000 અથવા તેથી વધુ સુધી પહોંચી જાય છે. એટલે ભારતમાં સામાન્ય ગણાતી કેરી વિદેશમાં પ્રીમિયમ પ્રોડક્ટ બની જાય છે.

વિદેશમાં કેરી મોંઘી થવાના મુખ્ય કારણોમાં ઇમ્પોર્ટ ડ્યૂટી, એર કાર્ગો ખર્ચ, પેકેજિંગ અને મર્યાદિત સપ્લાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય કેરીના અનોખા સ્વાદ અને સુગંધને કારણે તેની માંગ પણ ખૂબ વધારે રહે છે. પરિણામે, ભારતમાં સામાન્ય ભાવે મળતી કેરી લંડન જેવા શહેરોમાં પહોંચતા બે થી ચાર ગણી મોંઘી થઈ જાય છે.