×
IndiaInternational

વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશમાં છે? ભારત આ નંબરે છે જાણો

“એક વર્ષ સુધી સોનું ન ખરીદો,” એવી અપીલ Narendra Modiએ દેશવાસીઓને કરી છે. વડાપ્રધાને લગ્ન સહિતના અન્ય પ્રસંગોમાં પણ આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા લોકોને અનુરોધ કર્યો છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આ પગલું જરૂરી બની શકે છે.

આ દરમિયાન લોકોમાં એક સવાલ પણ ચર્ચામાં આવ્યો છે કે આખરે ભારત પાસે કેટલો સોનાનો ભંડાર છે અને દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ કયા દેશ પાસે છે? ચાલો જાણીએ વિશ્વના સૌથી મોટા સોનાના ભંડાર ધરાવતા દેશો વિશે. સોનાના ભંડાર મામલે United States વિશ્વમાં પ્રથમ સ્થાને છે. અમેરિકાએ લાંબા સમયથી આ સ્થાન જાળવી રાખ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ, અમેરિકાની પાસે અંદાજે 8,133.50 ટન સોનાનો ભંડાર છે.

બીજા ક્રમે Germany આવે છે. જર્મની પાસે આશરે 3,351.5 ટન ગોલ્ડ રિઝર્વ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં સતત વધારો નોંધાયો છે.

Italy આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇટાલીનો સોનાનો ભંડાર અંદાજે 2,452 ટન હોવાનું માનવામાં આવે છે.

ચોથા ક્રમે France છે, જ્યાં આશરે 2,437 ટન સોનાનો ભંડાર ઉપલબ્ધ છે.

પાંચમા સ્થાને Russia છે. રશિયા વિશ્વના સૌથી મોટા સોનાના ખરીદદારોમાં સામેલ છે અને તેની પાસે અંદાજે 2,333 ટન ગોલ્ડ રિઝર્વ છે.

China છઠ્ઠા ક્રમે આવે છે. ચીન વિશ્વના મોટા ગોલ્ડ પ્રોડ્યુસર અને ખરીદદારોમાં ગણાય છે. તેના પાસે અંદાજે 2,303.50 ટન સોનાનો ભંડાર છે.

સાતમા સ્થાને Switzerland છે. સ્વિટ્ઝર્લૅન્ડ માત્ર ગોલ્ડ રિઝર્વ માટે જ નહીં, પરંતુ વિશ્વના મુખ્ય ગોલ્ડ ટ્રેડિંગ હબ તરીકે પણ ઓળખાય છે. તેની પાસે અંદાજે 1,039.90 ટન સોનાનો ભંડાર છે. નોંધનીય છે કે ભારત સૌથી વધુ સોનાની આયાત સ્વિટ્ઝર્લૅન્ડમાંથી કરે છે, જે કુલ આયાતમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે.

India પણ ગોલ્ડ રિઝર્વમાં સતત વધારો કરી રહ્યું છે. હાલમાં ભારત પાસે અંદાજે 880.13 ટન સોનાનો ભંડાર છે અને તે વિશ્વના મોટા ગોલ્ડ આયાતકાર દેશોમાં સામેલ છે. ભારત દર વર્ષે આશરે 750 ટન સોનાની આયાત કરે છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થા અને વિદેશી હૂંડિયામણ પર પણ મોટી અસર પડે છે.