×
India

Aadhaar Cardમાં નામ, સરનામું અને મોબાઈલ નંબર કેવી રીતે બદલવો? જાણો પ્રોસેસ

આજના સમયમાં Aadhaar કાર્ડ દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગથી લઈને સરકારી યોજનાઓ અને દૈનિક કામકાજ સુધી આધાર કાર્ડનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. જો તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું અથવા મોબાઈલ નંબર જેવી વિગતો અપડેટ ન હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવે તમે ઘરે બેઠા સરળતાથી આધાર એપ મારફતે આ વિગતોમાં ફેરફાર કરી શકો છો.

આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું?

સૌપ્રથમ Google Play Store પરથી mAadhaar એપ ડાઉનલોડ કરો.
ત્યારબાદ આધાર નંબર અને OTPની મદદથી એપમાં લોગિન કરો.
હવે “Update Aadhaar Online” વિકલ્પ પસંદ કરો.
ત્યારબાદ “Name Update” વિકલ્પ પર ક્લિક કરીને નવું નામ દાખલ કરો.
જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ અપડેટ ચાર્જ ચૂકવી ફોર્મ સબમિટ કરો.

મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો?

એપમાં “Update Aadhaar Online” વિકલ્પ પસંદ કરો.
મોબાઈલ નંબર બદલવા માટે Face Scan અથવા OTP આધારિત વેરિફિકેશન કરવું પડી શકે છે.
વેરિફિકેશન પૂર્ણ થયા બાદ નવો મોબાઈલ નંબર દાખલ કરો.
જો વધારાની માહિતી માંગવામાં આવે તો તે ભરો.
છેલ્લે જરૂરી ફી ભરી ફોર્મ સબમિટ કરો.

આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું?

“Update Address Online” વિકલ્પ પસંદ કરો.
ત્યારબાદ “Change Address” પર ક્લિક કરો.
માંગવામાં આવેલા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
નવી એડ્રેસ વિગતો યોગ્ય રીતે ભરો.
જરૂરી ચાર્જીસની ચુકવણી કરીને ફોર્મ સબમિટ કરો.

આ ઉપરાંત, mAadhaar એપ મારફતે તમે તમારા આધાર અપડેટની હાલની સ્થિતિ પણ સરળતાથી ચેક કરી શકો છો.