સુરતમાં સિટી બસે એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા, એકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરત શહેરથી સામે આવ્યો છે.
સુરત શહેરમાં સિટી બસ દ્વારા અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સિટી બસ દ્વારા એક પરિવારના ત્રણ લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. જાણકારી મુજબ આ આ પરિવાર ક્યાંક જઈ રહ્યો હતો, તે દરમિયાન સિટી બસ દ્વારા ત્રણ લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ યુવાનના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જીને બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલામાં સુરતની સચિન વિસ્તારની GIDC પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.