કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ whatsapp નંબર પર મેસેજ કરીને સીએમ ભુપેન્દ્ર પટેલને કરી શકાશે ફરિયાદ,
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સાંભળ્યા પછી સતત નવા નવા નિર્ણયો લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તેઓએ ફરી એકવાર નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય ને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે whatsapp નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે. કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ whatsapp નંબર પર અરજી કરીને ફરિયાદ કરી શકાશે.
સીએમ કાર્યાલય દ્વારા જાહેર કરાયો whatsapp નંબર:- મુખ્યમંત્રી કાર્યાલય ને સોશિયલ મીડિયા સાથે જોડી શકવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં એક whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે whatsapp ના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંપર્ક કરી શકાશે. આ નિર્ણય પછી વિવિધ રજૂઆતો અરજી ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે મુખ્યમંત્રી કાર્યાલયના whatsapp નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે તમને જણાવી દઇએ કે આ whatsapp નંબર 7030930344 છે.
વિહાર ગ્રામ પંચાયતની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી:-
આ અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પોતે વિવિધ ગામોની મુલાકાત પણ લીધી હતી. જેમાં તેમણે વિહાર ગામની ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી. અને લોકોની વિવિધ સમસ્યાઓને સાંભળી હતી આ ઉપરાંત તેમણે ગાંધીનગરના માણસા પાસે બાપુપુરા ગામની મુલાકાત પણ લીધી હતી.
ગ્રાઉન્ડ લેવલે મુખ્યમંત્રી ઉતર્યા હતા થોડા દિવસ અગાઉ માણસા બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયત ઘરની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા માટે પોતે મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓની સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો સાથે સીધો જ સંપર્ક સાધવા માટે કાર્યાલય દ્વારા આ whatsapp નંબર જાહેર કરાયો છે.