આગ્રા: વિદેશી કપલ આમંત્રણ વિના લગ્નમાં પહોચી ગયા, પછી થયું આવું… જુઓ વિડીયો
આગ્રા પહોંચેલા એક વિદેશી કપલને અહીં લગ્નમાં હાજરી આપવાની એટલી ઈચ્છા હતી કે તેઓ આમંત્રણ વિના જ પહોચી ગયા. લગ્નમાં સામેલ થવા માટે તેણે ખાસ મેકઅપ કરાવ્યો હતો. તેણે જાનૈયાઓ સાથે ડાન્સ કર્યો. પછી ભોજનનો આનંદ પણ માણ્યો. તેણે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
એક યુરોપિયન દેશના રહેવાસી ફિલિપ મિક અને મોનિકા ચેર્વેન્કોવા અજાણ્યા વ્યક્તિના લગ્નમાં હાજરી આપી હતી. વિડિયોની શરૂઆતમાં તેણે કહ્યું હતું કે તે બંને માનસી અને અમનના લગ્નમાં હાજરી આપવાના છે. ફિલિપે લગ્નમાં કુર્તો પહેર્યો હતો, જ્યારે મોનિકાએ સાડી પહેરી હતી.
વીડિયોમાં ફિલિપે જણાવ્યું કે લગ્ન સ્થળ પર પહોંચ્યા બાદ તેણે મેનેજરને લગ્નમાં હાજરી આપવા કહ્યું અને તે રાજી થઈ ગયો. આ પછી, દંપતી વરરાજાના પિતાને પણ મળ્યા. ફિલિપે કહ્યું- તેઓએ અમારી સાથે તેમના પરિવારના સભ્યની જેમ વ્યવહાર કર્યો. ત્યારબાદ ફિલિપ અને મોનિકા લગ્નના મહેમાનો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અને પછી તે વરરાજાને પણ મળ્યો. લગ્ન સ્થળે પહોંચ્યા બાદ દંપતીએ ભોજનની મજા પણ માણી હતી. જુઓ વિડીયો…